સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા થાનગઢ અને ચોટીલા તાલુકામાં ઓચિંતી મુલાકાત: સરકારી કચેરીઓ અને ડમ્પિંગ સાઇટનું સ્થળ નિરીક્ષણ

તા.18/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ, પ્રોસેસિંગ અને આંગણવાડીની કામગીરી સુધારી ગુણવત્તાસભર સેવાઓ આપવા અધિકારીઓને કડક સૂચના

સુરેન્દ્રનગર જિલ્લાના વહીવટી તંત્રને વધુ સુદ્રઢ, પારદર્શી અને કાર્યક્ષમ બનાવવાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકી દ્વારા થાનગઢ અને ચોટીલા તાલુકાના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં સ્થળ નિરીક્ષણ અને સરકારી કચેરીઓની ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. કલેક્ટરએ થાનગઢ તાલુકાના વરમાધાર ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લઈને તલાટી કમ મંત્રીની દફતર તપાસણી કરી હતી. ગ્રામ પંચાયત કક્ષાએ નિભાવવામાં આવતા રજિસ્ટરો, મહેસૂલી કામગીરી અને ગ્રામજનોને અપાતી સેવાઓની ગુણવત્તાની ચકાસણી કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ડમ્પિંગ સાઇટ અને કચરા પ્રોસેસિંગનું નિરીક્ષણ ત્યારબાદ કલેક્ટરએ થાનગઢ નગરપાલિકા વિસ્તારમાં આવેલી વેસ્ટ પ્રોસેસિંગ તથા ડમ્પિંગ સાઇટની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત સમયે ચોટીલા પ્રાંત અધિકારી, થાનગઢ ચીફ ઓફિસર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ તેમજ સંબંધિત એજન્સીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. સ્થળ પર પહોંચી કલેક્ટરએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે શહેરમાંથી નિયમિત રીતે ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરી તેને ડમ્પિંગ સાઇટ પર પહોંચાડીને તેનું યોગ્ય પ્રોસેસિંગ થાય તે સુનિશ્ચિત કરવા સંબંધિત તંત્રને સૂચનાઓ આપી હતી. પ્રવાસના બીજા તબક્કામાં કલેક્ટરએ ચોટીલા તાલુકાના નાવા ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લઈ દફતર તપાસણી કરી હતી. સાથે જ તેમણે ગામમાં આવેલી સ્થાનિક આંગણવાડીની પણ ઓચિંતી મુલાકાત લીધી હતી. આંગણવાડીમાં ભૂલકાંઓને પીરસવામાં આવતા પોષણક્ષમ આહાર, પૂર્વ પ્રાથમિક શિક્ષણનું સ્તર, પીવાના પાણી અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓની પરિસ્થિતિ જાતે ચકાસી હતી. કલેક્ટરએ આંગણવાડીની કામગીરીને વધુ સુદ્રઢ અને ગુણવત્તાસભર બનાવવા જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા.

29
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો