વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળ ખાદ્ય અને પોષણ બોર્ડ દ્વારા આયોજિત રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી અંતર્ગત વાંસદા તાલુકાની આંબાપાણી પ્રાથમિક શાળા ખાતે પોષણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
શાળાના આચાર્યા શ્રી સુરેશભાઈના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા લક્ષ્મીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રાર્થના સભામાં લક્ષ્મીબેન પટેલે પોષણની અછતને કારણે થતી વિવિધ આરોગ્ય સમસ્યાઓથી બચવા માટે દૈનિક જીવનમાં પૌષ્ટિક અને સંતુલિત આહારના મહત્વ અંગે વિદ્યાર્થીઓને સહજતાથી સમજ આપી હતી.
આ પ્રસંગે મિલેટ્સનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલી વિવિધ વાનગીઓ અને મીઠાઈઓ, ઘરે ઉગાડવામાં આવેલા તાજા શાકભાજી, ફળો, કઠોળ, સલાડ તેમજ ઘરનું પૌષ્ટિક ભોજનનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓને વિવિધ પોષક તત્વો, સંતુલિત આહાર અને સ્વસ્થ જીવનશૈલી અંગે સરળતાથી સમજ આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપરાંત આંગણવાડી કાર્યકર તથા આંગણવાડીના બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં પોષણ અંગે જાગૃતિ વધારવા તેમજ સ્વસ્થ અને સુખાકારી જીવનશૈલી અપનાવવાનો સંદેશો પહોંચાડવાનો છે.










