0%

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ‘મધમાખી પાલન : એક સફળ વ્યવસાય’ તાલીમ યોજાઈ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કિટકશાસ્ત્ર વિભાગ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી તથા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્રના ખેડૂતો અને યુવાનો માટે ‘મધમાખી પાલન : એક સફળ વ્યવસાય’ વિષય પર તા. ૧૬ અને ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન બે દિવસીય તાલીમ યોજાઈ હતી. કાર્યક્રમના પ્રારંભે કુલપતિશ્રી ડૉ. વી. પી. ચોવટીયાએ મધમાખી પાલનનું કૃષિ ક્ષેત્રમાં મહત્વ તથા પાક ઉત્પાદનમાં પરાગનયનની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું. ખેતી સાથે મધમાખી પાલનને પૂરક વ્યવસાય તરીકે અપનાવવાથી વધારાની આવકની તક ઊભી થઈ શકે તેમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ.એન.બી.જાદવ, સંશોધન નિયામકશ્રી ડૉ.વી.ડી.તારપરા, કુલસચિવશ્રી ડૉ.વાય.એચ.ધેલાણી તથા મદદનીશ બાગાયત નિયામકશ્રી એમ.આર.અગ્રવાલ દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કુલ ૬૮ ખેડૂતો અને યુવાનોએ ભાગ લીધેલી તાલીમમાં મધમાખી ઉછેરની વૈજ્ઞાનિક પદ્ધતિઓ, વસાહતની સંભાળ, મધ અને અન્ય ઉત્પાદનોનું ઉત્પાદન, રાણી મધમાખીનું મહત્વ, રોગ-જીવાત વ્યવસ્થાપન તથા મધમાખીની પેટીઓની જાળવણી અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમાર્થીઓને મધમાખીની પેટીઓનું પ્રત્યક્ષ નિદર્શન કરાવી સૈદ્ધાંતિક સાથે પ્રાયોગિક તાલીમ પણ અપાઈ હતી. કિટકશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક અને વડા ડૉ.ડી.એમ.જેઠવા સહિત ડૉ.એ.એમ.ભરાડિયા, ડૉ.એમ.કે.ધેલાણી, ડૉ.એસ.આર.વસાવા, ડૉ.પી.જે.ડાવરીયા, ડૉ.બી.એ.ચોલંકી તથા ડૉ.એન.એન.ચૌહાણે તાલીમમાં નિષ્ણાત માર્ગદર્શન આપ્યું હતું. તાલીમ દ્વારા ‘ખેતી સાથે મધમાખી પાલનવધારાની આવક સાથે વધુ સારું પરાગનયન’નો સંદેશ આપવામાં આવ્યો હતો.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

રાજ્યકક્ષાની અંડર-૧૭ સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમીના બે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી **** મધ્યપ્રદેશના દેવાસ ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની SGFI અંડર-૧૭ સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં બંને ખેલાડીઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે **** ભરૂચ : શુક્રવાર : SGFI (સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા) રાજ્યકક્ષાની અંડર-૧૭ ભાઈઓની સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમીના બે ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ગુજરાત રાજ્યની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આ બંને ખેલાડીઓએ જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમી માટે રમતગમત ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. પસંદગી પામેલા ખેલાડીઓમાં વ્રજ કે. પટેલ અને એરિક કે. પરમારનો સમાવેશ થાય છે. વિશેષ ગૌરવની વાત એ છે કે વ્રજ કે. પટેલની સતત ત્રીજા વર્ષે ગુજરાત રાજ્યની ટીમમાં પસંદગી થઈ છે, જ્યારે એરિક કે. પરમારની સતત બીજા વર્ષે ગુજરાતની ટીમમાં પસંદગી થઈ છે. બંને હોનહાર ખેલાડીઓ હવે મધ્યપ્રદેશના દેવાસ ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની SGFI અંડર-૧૭ સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે. આ બંને વ્રજ કે. પટેલ અને એરિક કે. પરમારની સફળતા પાછળ તેઓની અવિરત મહેનત, નિયમિત અભ્યાસ, રમત પ્રત્યેની લગન, શિસ્ત અને કોચના માર્ગદર્શનનો મહત્વનો ફાળો રહ્યો છે. આ સિદ્ધિ બદલ જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમીના કોચ, સંચાલકો, ખેલાડીઓ અને વાલીઓમાં આનંદની લાગણી છવાઈ છે. એકેડમી દ્વારા બંને હોનહાર ખેલાડીઓને અભિનંદન પાઠવી રાષ્ટ્રીય કક્ષાએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગુજરાત રાજ્ય તથા ભરૂચ જિલ્લા વતી અંકલેશ્વરનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો