શક્તિપીઠ પાવાગઢ ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આશીર્વાદનો દીવો પ્રગટાવાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૮.૯.૨૦૨૬

પંચમહાલ જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિ પીઠ પાવાગઢ ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આશીર્વાદનો દીવો પ્રગટાવાયો હતો.દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આજે મંદિર ટ્રસ્ટ અને સ્ટાફ પરિવાર દ્વારા અત્યંત ભક્તિમય વાતાવરણમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે મહાકાળી માતાજીની વિશેષ પૂજા-અર્ચના વિધિવત રીતે કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે ૧,૦૦૦ યાત્રિકો અને ઉપસ્થિત મહાનુભાવોની ગરિમામય હાજરીમાં ૧,૦૦૦ આશીર્વાદના દીવડાઓનું પ્રાગટ્ય કરી સમગ્ર મંદિર પરિસરને ભક્તિરસથી તરબોળ કરવામાં આવ્યું હતું.મંદિર પરિવાર દ્વારા આ તકે ઐતિહાસિક સ્મરણો વાગોળતા જણાવાયું હતું કે, આશરે ૫૦૦ વર્ષના લાંબા અંતરાલ બાદ પ્રથમ વખત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે પાવાગઢ મંદિરના શિખર પર ઐતિહાસિક ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન ના જન્મદિવસના પવિત્ર અવસરે માતાજીના શિખર પર વિશેષ ધજા ચડાવી વડાપ્રધાનશ્રીને દીર્ઘાયુ પ્રાપ્ત થાય, તેઓ ઉત્તમ સ્વાસ્થ્ય સાથે નિરંતર રાષ્ટ્રસેવા કરતા રહે તેવી ભાવપૂર્ણ પ્રાર્થના કરવામાં આવી હતી. આ સાથે જ ભારત દેશ પ્રગતિના નવા શિખરો સર કરે, વિશ્વગુરુનું સ્થાન પ્રાપ્ત કરે તથા દેશમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે વિશેષ અર્ચના કરાઈ હતી.આ ધાર્મિક ઉજવણીમાં પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ નીરજ પટેલ, હાલોલ નગરપાલિકાના સદસ્ય નીતિન પટેલ, ચાંપાનેરના સરપંચ, મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, મંદિર પરિવારના સભ્યો, સ્ટાફ તેમજ બહોળી સંખ્યામાં પધારેલા માઇભક્તો અને યાત્રિકોએ ઉપસ્થિત રહી ધાર્મિક વિધિનો લાભ લીધો હતો અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

29
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો