થરા નગર પાલિકાના પૂર્વ કોર્પોરેટર ના પુત્ર ભાજપ અનુ. જાતિ મોરચામાં પ્રદેશ ઉપ પ્રમુખ બન્યા

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરાના બુકોલીયા પરિવાર દલિત સમાજમાંથી આવતા, દલિત સમાજના અગ્રણી હરોળના સામાજિક કાર્યકર, ભાજપાના થરા નગર પાલિકાના પૂર્વકોર્પોરેટર સ્વ. મધાભાઈ રૂપાભાઈ પરમાર (બુકોલીયા) ના સુપુત્ર ચિ. પ્રવીણભાઈ પરમારની ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચામાં ઉપ પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.પ્રદેશ,જિલ્લા,તાલુકા તેમજ થરા શહેર સ્તરના ભાજપાના પદાધિકારીઓ અને સામાજિક આગેવાનોના સુચારૂ સહકાર અને ભલામણ થી પ્રવીણભાઈ પરમારને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.આ નિયુક્તિ થી દરેક સમાજના ભાજપાના પદાધિકારીઓ કાર્યકરો તેમજ દલિત સમાજમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.પ્રવીણભાઈ પરમારે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ગુજરાત પ્રદેશ ભાજપઅધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, મહામંત્રી રત્નાકર,અનુસૂચિત જાતિ મોરચા પ્રદેશ પ્રમુખ કિરીટભાઈ સોલંકી, બ.કાં. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા,જિલ્લા સંગઠન પ્રભારી ધવલભાઈ દવે,જિલ્લા ભાજપ મહામંત્રી શ્રેયાંશ પ્રજાપતિ,રસિકજી ઠાકોર,તરૂણભાઈ મોદી,થરા નગર પાલિકા પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, થરા શહેર ભાજપ પ્રમુખ દિનેશજી ઘોઘોસ સહીત ભાજપાના દરેક કાર્યકરો નો આભાર માન્યો હતો.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530










