વાવ-થરાદ જિલ્લા પોલીસ પરિવારનો પ્રથમ ભવ્ય ગણેશ મહોત્સવ શરૂ: ડીજેના તાલે નીકળેલી શોભાયાત્રામાં પોલીસ અધિકારીઓ-જવાનો સહિત ભક્તો જોડાયા

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

થરાદ, પ્રતિનિધિ: વાવ-થરાદ જિલ્લો બન્યા બાદ થરાદ પોલીસ પરિવાર દ્વારા પ્રથમ વખત ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. થરાદ પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે ગણેશ ચોથના પાવન દિવસે ગણપતિ બાપ્પાની વિશાળ મૂર્તિની સ્થાપના સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

 

ગણેશ મહોત્સવના પ્રારંભ નિમિત્તે થરાદના રેફરલ ત્રણ રસ્તા પરથી ડીજેના તાલે ગણપતિ બાપ્પાની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. શોભાયાત્રામાં ગણપતિ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષ સાથે શહેરનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

 

આ પ્રસંગે વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક, ડીવાયએસપી, પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. પોલીસ પરિવાર દ્વારા ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવતા પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

 

જિલ્લા બન્યા બાદ પોલીસનો પ્રથમ ભવ્ય ગણેશ મહોત્સવ

 

વાવ-થરાદ જિલ્લો બન્યા બાદ થરાદ પોલીસ દ્વારા પ્રથમ વખત આ પ્રકારના ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ પરિવાર દ્વારા સ્થાપિત ગણપતિ બાપ્પાના દર્શન માટે આગામી દિવસોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે તેવી શક્યતા છે. મહોત્સવને લઈને પોલીસ પરિવાર તેમજ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છ

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો