7 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ગાંધીનગર પીડીઈયુ ઓડિટોરિયમ હોલ ખાતે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માનિત કાર્યક્રમ 2026 અંતર્ગત વડગામ તાલુકાના નળાસર ગામના વતની અને શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ સંચાલિત માતુશ્રી એસ.બી.ચાવડા સરસ્વતી હાઈસ્કૂલ, પાલનપુરના આચાર્યશ્રી નરેન્દ્રસિંહ પી.દેવડા ને મા. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે “ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ આચાર્ય એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો.ઉલ્લેખનીય છે કે જ્ઞાનના દિપક, પ્રકૃતિ મિત્ર અને આદર્શ શૈક્ષણિક સુકાની એવા નરેન્દ્રસિંહ દેવડા 2019 થી સરસ્વતી હાઈસ્કૂલ પાલનપુરમાં માં આચાર્ય તરીકે ફરજ બજાવે છે તે પહેલા નૂતન ભારતી વિદ્યાલય જેરડામાં ફરજ બજાવીને ત્યાં દીકરીઓ ભણે તે માટે ખૂબ પ્રયત્ન કરીને ઘણા બધા સમયથી શાળા છોડી દીધેલ દીકરીઓને ભણતી કરીને સરાહનીય કામગીરી કરેલ.
2019 થી સરસ્વતી હાઈસ્કૂલ પાલનપુરમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા બજાવતા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ કોણ વિકસે તેમજ ગણિત અને વિજ્ઞાનમાં સર્વાંગી વિકાસ થાય એ માટે ભારતીય માનાંક બ્યુરો ની સ્ટાન્ડર્ડ ક્લબ, ગુજકોસ્ટ, સ્ટેમ ક્વિઝ, SSIP ના નવા ઇનોવેશન ,PRL શિષ્યવૃતિ જેવી અઢળક વૈજ્ઞાનિક સિદ્ધિઓમાં શ્રેષ્ઠ કામગીરી કરીને શાળાને એક અનોખી વૈજ્ઞાનિક ઓળખ આપી છેમાનવસેવા, અખંડ પરોપકાર, સર્જનાત્મક કલા, સાથે સાથે સાહિત્ય ક્ષેત્રે પણ પોતે સારી નામના ધરાવે છે તેમના આ ગુણોને લીધે શાળાને પણ શ્રેષ્ઠ મુકામે પહોંચાડી છે. આ ઉપરાંત ગુજરાત સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા થતી વિવિધ પ્રકૃતિ શિબીરો મારફતે 4,000 થી 5,000 જેટલા શિબિરાર્થીઓને “પ્રકૃતિ બચાવો જંગલ બચાવો” ના મિશન સાથે જોડ્યા છે.આમ જ્ઞાન, વિજ્ઞાન, સાહિત્ય, પર્યાવરણ અને નિસ્વાર્થ માનવસેવાના અલૌકિક સંગમ ધરાવતા શ્રી નરેન્દ્રસિંહ દેવડા સમગ્ર શિક્ષણ વ્યવસ્થાનું સાચું ગૌરવ અને પ્રેરણાદાયી દિવાદાંડી છે છે રાષ્ટ્ર નિર્માણના આ પવિત્ર કાર્યમાં તેમનું અમૂલ્ય વિઝન, વિધ્વતા, અને અતુલ્ય સમર્પણને હૃદય પૂર્વકના કોટી કોટી વંદન.નિષ્ઠા, નેતૃત્વ અને શિક્ષણ પ્રત્યેની સમર્પણભાવનાને મળેલું આ ગૌરવ બનાસકાંઠા શિક્ષણ જગત માટે ગર્વની ક્ષણ છે.








