MORBI:મોરબીમાં પર્યુષણ પર્વ નિમિત્તે કતલખાના બંધ; માંસ-મટનના વેચાણ પર પ્રતિબંધ

MORBI:મોરબીમાં પર્યુષણ પર્વ નિમિત્તે કતલખાના બંધ; માંસ-મટનના વેચાણ પર પ્રતિબંધ

મોરબી:જૈન ધર્મના મહાપર્વ “પર્યુષણ”ને ધ્યાને રાખીને મોરબી મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી તારીખ ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૬ થી ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કતલખાનાઓ સંપૂર્ણપણે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત, આ સમયગાળા દરમિયાન શહેરભરમાં માંસ, મટન, મરઘા (ચિકન) તેમજ મરઘા-માછલીના વેચાણ કરવા પર પણ સજ્જડ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

મોરબી મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણી (IAS) દ્વારા જારી કરવામાં આવેલા અધિકૃત જાહેરનામા અનુસાર, આ આદેશની અમલવારી સંબંધિત તમામ વેપારીઓ અને નાગરિકોએ ચુસ્તપણે કરવાની રહેશે.

જો કોઈ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે, તો તેની સામે ‘ધી બી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯’ ની કલમ ૩૨૯ અને ૩૩૬ હેઠળ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. મહાનગરપાલિકા તંત્ર દ્વારા સંબંધિત તમામ લોકોને આ બાબતની ગંભીર નોંધ લેવા ખાસ અપીલ કરવામાં આવી છે.

16
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો