દેડિયાપાડા મેડિયાસાગ પાસે યુનિકોર્ન બાઈક ઝાડ સાથે અથડાતાં ત્રણ કિશોરોના મોત, એક કિશોરને ગંભીર હાલતમાં વડોદરા સિવિલ હોસ્પિટલ ખસેડાયો

 

દેડિયાપાડા મેડિયાસાગ પાસે યુનિકોર્ન બાઈક ઝાડ સાથે અથડાતાં ત્રણ કિશોરોના મોત, એક કિશોરને ગંભીર હાલતમાં વડોદરા સિવિલ હોસ્પિટલ ખસેડાયો

વાત્સલ્યમ સમાચાર

પ્રતિનિધિ : જેસિંગ વસાવા

 

દેડિયાપાડા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મેડિયાસાગ નજીક ચાર કિશોરો એક જ ટુ-વ્હીલર નંબર GJ 22S3679 નંબરની યુનિકન ગાડી પર સવાર થઈ જતા હતા ત્યારે વાહન સાગના ઝાડ સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ કિશોરોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે એક કિશોરને ગંભીર ઇજાઓ થતાં વડોદરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

 

પ્રાપ્ત માહિતી મુજબ મોટીકાલબી ગામના ચાર કિશોરો એક જ યુનિકોર્ન બાઈક પર સવાર થઈ રાલદા ગામની સીમમાં આવેલા ચેકડેમ પાસે નાહવા માટે ગયા હતા. ત્યારબાદ પરત ઘરે જતી વખતે મીડિયાસાગ નજીક બાઈક ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા સાગના ઝાડ સાથે અથડાયું હતું.

 

અકસ્મતમાં રોહનભાઈ હર્ષદભાઈ વસાવા (ઉંમર 15) અને **હરનેશભાઈ દૂરસિંગભાઈ વસાવા (ઉંમર 15)**નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અન્ય બે ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે દેડિયાપાડા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જ્યાં **જયરાજભાઈ ખલ્પાભાઈ વસાવા (ઉંમર 15)**નું સારવાર દરમિયાન મોત થયું હતું.

 

જ્યારે **પ્રગનેશભાઈ સુરેશભાઈ વસાવા (અંદાજિત ઉંમર 14 વર્ષ)**ને ગંભીર ઇજાઓ થતાં વધુ સારવાર માટે વડોદરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

37
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો