સુરેન્દ્રનગરમાં ટ્રાફિક શાખાની લાલ આંખ: સપ્ટેમ્બર માસમાં નિયમભંગના 2660 કેસ નોંધી રૂ.9.56 લાખથી વધુનો દંડ વસૂલાયો

તા.03/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

વાહનચાલકોને દંડ ફટકારવાની સાથે ટ્રાફિક નિયમોનું કડકપણે પાલન કરવા પોલીસ દ્વારા સમજણ અપાઈ, સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી જળવાઈ રહે અને વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું અક્ષરશઃ પાલન કરે તે હેતુથી સુરેન્દ્રનગર ટ્રાફિક શાખા દ્વારા સતત કડક ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત વિતેલા સપ્ટેમ્બર માસ દરમિયાન ટ્રાફિક શાખાએ સમગ્ર શહેરમાં સઘન ચેકિંગ હાથ ધરીને ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા ૨,૬૬૦ વાહન ચાલકો સામે કાયદાકીય કાર્યવાહી કરી રૂ. ૯,૫૬,૮૦૦નો દંડ વસૂલ કર્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી સત્તાવાર વિગતો અનુસાર, સપ્ટેમ્બર માસ દરમિયાન મોટર વ્હીકલ એક્ટ (MVA NC) હેઠળ સૌથી વધુ ૨,૫૪૩ કેસ નોંધવામાં આવ્યા હતા, જેની સામે વાહનચાલકો પાસેથી રૂ. ૮,૩૯,૨૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ગંભીર પ્રકારના નિયમભંગ બદલ M.V. Act 207 હેઠળ ૬૧ વાહનો સામે કાર્યવાહી કરી રૂ. ૧,૧૪,૯૦૦નો દંડ લેવામાં આવ્યો હતો. જાહેર સ્થળોએ વ્યસન અને ટ્રાફિક શિસ્ત જાળવવાના ભાગરૂપે ટોબેકો એક્ટ હેઠળ ૨૭ કેસ નોંધી રૂ. ૨,૭૦૦નો દંડ વસૂલાયો હતો. તેમજ પીધેલી હાલતમાં વાહન ચલાવવા બદલ MVA-૧૮૫ હેઠળ ૯ કેસ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ અનુક્રમે ૯ અને ૧૩ કેસ નોંધવામાં આવ્યા હતા. જોકે, GPA એક્ટ હેઠળ એક પણ કેસ નોંધાયો નહોતો. ટ્રાફિક શાખાની આ સઘન કામગીરી દર્શાવે છે કે શહેરમાં માર્ગ શિસ્ત જાળવવા માટે પોલીસ તંત્ર કટિબદ્ધ છે. કાર્યવાહી સાથે જ ટ્રાફિક પોલીસે વાહનચાલકોને હેલ્મેટ, લાયસન્સ, આરસી બુક જેવા જરૂરી દસ્તાવેજો સાથે રાખવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરી સુરક્ષિત ડ્રાઇવિંગ કરવા અપીલ કરી છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો