મુકેશ પરમાર નસવાડી

નસવાડી તાલુકાના ગોયાવાંટ ગામે અચાનક લાગેલી ભીષણ આગમાં મહેશભાઈ ટપાલી સહિત ચાર ભાઈઓના પરિવારનું ઘર તથા જીવનભરની મહેનતથી એકઠી કરેલી ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગના કારણે કપડાં, અનાજ, કરિયાણું અને જીવનજરૂરિયાતની અનેક ચીજવસ્તુઓ નષ્ટ થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.ભર ચોમાસાની વચ્ચે પરિવારના માથા પરથી છત પણ છીનવાઈ જતાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં ગ્રામજનો સાથે તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, તાલુકા પંચાયતના પ્રમુખવિનુભાઇ ભીલ, પૂર્વ જિલ્લા પ્રમુખ જશુભાઈ ભીલ, છોટાઉદેપુર જિલ્લા એસટી મોરચાના પ્રમુખ અરવિંદભાઈ ભીલ સહિત ભાજપના હોદ્દેદારો પરિવારની મદદે પહોંચ્યા હતા.અને પરિવારને તાત્કાલિક રાહત મળી રહે તે માટે રેશન કીટ, કપડાં, કરિયાણું તથા જીવનજરૂરિયાતની જરૂરી સામગ્રી પૂરી પાડવામાં આવી હતી.આ પ્રસંગે અરવિંદભાઈ ભીલે જણાવ્યું હતું કે, “મુશ્કેલીની આ ઘડીમાં પરિવાર એકલો નથી. સમાજ અને સંગઠન તેમની સાથે છે. જરૂરિયાતમંદની પડખે ઊભા રહેવું એ જ સાચી માનવતા અને સેવા છે.આગની આ દુર્ઘટનાએ પરિવારને ભારે નુકસાન પહોંચાડ્યું છે ત્યારે સંકટની ઘડીએ ગ્રામજનો અને ભાજપ સંગઠન દ્વારા કરવામાં આવેલી મદદ માનવતા અને સંવેદનાનું ઉદાહરણ બની છે.










