વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે ગુજરાતનો પર્યાવરણ સંરક્ષણ માટે સંકલ્પ ક્લાઈમેટ ચેન્જ સામે લડતમાં ગ્રીન એનર્જી, વૃક્ષારોપણ અને સ્વચ્છ ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતની આગવી પહેલ શબ્દાંકન- સંજય શુક્લ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ અમદાવાદ, 15 સપ્ટેમ્બર, 2026

રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ

અમદાવાદ

દર વર્ષે 16 સપ્ટેમ્બરે ઉજવાતો ‘વિશ્વ ઓઝોન દિવસ’ સમગ્ર માનવજાતને પૃથ્વીના કુદરતી રક્ષણકવચ સમાન ઓઝોન સ્તરના જતન તેમજ પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારીનું ભાન કરાવે છે. ઓઝોન સ્તર સૂર્યમાંથી આવતા હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પૃથ્વી પરના જીવનનું રક્ષણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ત્યારે ઓઝોન સ્તરના સંરક્ષણ સાથે ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણ સંરક્ષણના પડકારો સામે સામૂહિક પ્રયાસો કરવાનું આ દિવસ નિમિત્તે આહ્વાન કરવામાં આવે છે.

 

આ વૈશ્વિક અભિયાનમાં ગુજરાત સરકારે માત્ર સહભાગી બનીને સંતોષ માન્યો નથી, પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસને કેન્દ્રમાં રાખીને વિવિધ મહત્વપૂર્ણ પહેલો હાથ ધરી છે. ક્લાઈમેટ ચેન્જ માટે અલગથી સ્વતંત્ર વિભાગની શરૂઆત કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય રહ્યું છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ક્લાઈમેટ ચેન્જ, પર્યાવરણીય સંરક્ષણ અને આબોહવાના સંતુલન માટેની નીતિઓને વધુ સંગઠિત અને અસરકારક રીતે અમલમાં મૂકવાનો માર્ગ મોકળો થયો છે.

 

પૃથ્વીના તાપમાનમાં થતા વધારાને નિયંત્રિત કરવા તેમજ હાનિકારક વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો કરવા ગુજરાતના ગ્રીન એનર્જી મોડેલને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કચ્છના ખાવડા ખાતે આકાર લઈ રહેલો વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક, અબડાસા અને ચરણકાના સોલાર પાર્ક સહિતની યોજનાઓ રાજ્યમાં સ્વચ્છ ઊર્જાના ઉત્પાદનને નવી ગતિ આપી રહી છે. રિન્યુએબલ એનર્જીના વધતા ઉપયોગથી પરંપરાગત ઊર્જા સ્ત્રોતો પરની નિર્ભરતા ઘટાડવા સાથે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાનો માર્ગ પણ મજબૂત બની રહ્યો છે.

 

ઘરેલુ સ્તરે સૌર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ‘સૂર્ય ગુજરાત’ રોફટોપ યોજના પણ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. સોલાર રોફટોપ દ્વારા નાગરિકોને સ્વચ્છ ઊર્જા તરફ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ સાથે ઇન્ડસ્ટ્રીયલ ગ્રીન કવર વધારવા, ક્લીનર ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન આપવા તથા ઇલેક્ટ્રિક વ્હીકલ નીતિ મારફતે પ્રદૂષણમુક્ત વાહનવ્યવહારને વેગ આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પહેલો પર્યાવરણ સંરક્ષણ સાથે રાજ્યના ટકાઉ અને હરિત વિકાસને પણ મજબૂત બનાવી રહી છે.

 

પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના સંકલ્પને સાકાર કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાડજ ખાતે આયોજિત વિશાળ વૃક્ષારોપણ મહાઅભિયાન પણ નોંધપાત્ર રહ્યું છે. આ અભિયાનમાં મિયાવાકી પદ્ધતિથી એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આશરે 91,006 ચોરસ મીટર વિસ્તારમાં યોજાયેલા આ અભિયાનમાં 25,000થી વધુ વોલેન્ટિયર્સ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. મોટા પાયે થયેલા આ વૃક્ષારોપણ અભિયાનને Guinness World Recordમાં સ્થાન મળ્યું હતું, જે પર્યાવરણ સંરક્ષણ માટે સામૂહિક ભાગીદારીનું પ્રેરણાદાયી ઉદાહરણ બન્યું છે.

 

આ ઉપરાંત, રાજ્યમાં અર્બન ફોરેસ્ટ્રીને પ્રોત્સાહન આપવા તેમજ શહેરો અને શહેરી વિસ્તારોમાં હરિયાળી વધારવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ‘એક પેડ મા કે નામ’ જેવા વૃક્ષારોપણના મહાઅભિયાનો દ્વારા નાગરિકોને પણ પર્યાવરણ સંરક્ષણ સાથે સીધી રીતે જોડવામાં આવી રહ્યા છે. વૃક્ષારોપણ ઉપરાંત વૃક્ષોના જતન અને શહેરી વિસ્તારોમાં ગ્રીન કવર વધારવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

 

ઔદ્યોગિક વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવવા માટે ઉદ્યોગોમાં એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સના કડક અમલીકરણ સહિતના પગલાં લેવામાં આવી રહ્યા છે. ઔદ્યોગિક પ્રદૂષણને નિયંત્રિત કરવા, સ્વચ્છ ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા તથા પર્યાવરણને અનુકૂળ ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે કરવામાં આવતી આ પહેલો ટકાઉ વિકાસની દિશામાં મહત્વપૂર્ણ બની રહી છે.

 

પર્યાવરણ સંરક્ષણની કામગીરીને માત્ર સરકારી યોજનાઓ સુધી મર્યાદિત ન રાખી નવી પેઢીને પણ આ અભિયાન સાથે જોડવા માટે ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે. સેમિનાર, ક્વિઝ, વૃક્ષારોપણ સહિતની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ અને યુવાનોમાં ક્લાઈમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, ઊર્જા બચત અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

 

આ રીતે ગ્રીન એનર્જી, રિન્યુએબલ એનર્જી, વૃક્ષારોપણ, સ્વચ્છ પરિવહન, ઔદ્યોગિક પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણલક્ષી જનજાગૃતિ જેવા વિવિધ ક્ષેત્રોમાં ગુજરાત દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલો રાજ્યના હરિત અને ટકાઉ વિકાસના સંકલ્પને વધુ મજબૂત બનાવી રહી છે. પર્યાવરણનું સંરક્ષણ માત્ર સરકારની જવાબદારી નહીં, પરંતુ સમાજના દરેક વર્ગની સહભાગિતાથી સાકાર થઈ શકે તેવો સંદેશ પણ આ પ્રયાસો આપી રહ્યા છે.

 

16 સપ્ટેમ્બર 2026ના વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે પૃથ્વીના કુદરતી રક્ષણકવચ સમાન ઓઝોન સ્તરના સંરક્ષણ સાથે સ્વચ્છ, હરિયાળું અને ટકાઉ ગુજરાત ઘડવાના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો અવસર છે. ક્લાઈમેટ ચેન્જ સામેની લડતમાં ગુજરાત સરકારની વિવિધ પહેલો પર્યાવરણ સંરક્ષણ અને વિકાસ વચ્ચે સંતુલન સાધવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું બની રહી છે. લીલાછમ અને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે સરકાર, ઉદ્યોગો, શૈક્ષણિક સંસ્થાઓ અને નાગરિકોની સંયુક્ત ભાગીદારી આ સંકલ્પને વધુ સફળ બનાવશે

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે ગુજરાતનો પર્યાવરણ સંરક્ષણ માટે સંકલ્પ ક્લાઈમેટ ચેન્જ સામે લડતમાં ગ્રીન એનર્જી, વૃક્ષારોપણ અને સ્વચ્છ ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતની આગવી પહેલ શબ્દાંકન- સંજય શુક્લ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ અમદાવાદ, 15 સપ્ટેમ્બર, 2026

Horoscope

Weather

વધુ વાંચો

વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે ગુજરાતનો પર્યાવરણ સંરક્ષણ માટે સંકલ્પ ક્લાઈમેટ ચેન્જ સામે લડતમાં ગ્રીન એનર્જી, વૃક્ષારોપણ અને સ્વચ્છ ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતની આગવી પહેલ શબ્દાંકન- સંજય શુક્લ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ અમદાવાદ, 15 સપ્ટેમ્બર, 2026

નાની બેડવણ ગામે એક્સપાયર્ડ લોટના મુદ્દે તંત્ર સામે ગંભીર સવાલો, અરજદારનો આક્ષેપ: એક્સપાયર્ડ લોટનું સેમ્પલ લેવાને બદલે ફ્રેશ પેકિંગવાળા લોટનું સેમ્પલ લેવાયું; દુકાનદાર સામે કાર્યવાહી કેમ નહીં?

જિલ્લા

શહેર પસંદ કરો