ખત્રી વિદ્યાલય બોડેલીના શિક્ષક જે.વાય. મકરાણી 33 વર્ષની શિક્ષણસેવા બાદ નિવૃત્ત, શાળા પરિવાર દ્વારા ભાવભર્યું સન્માન સાથે વિદાય

ખત્રી વિદ્યાલય, બોડેલી ખાતે લાંબા સમયથી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી, સતત 33 વર્ષ સુધી શિક્ષણક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનાર શિક્ષકશ્રી જે.વાય.મકરાણી નિવૃત્ત થતાં શાળા પરિવાર દ્વારા તેમના સન્માનમાં ભાવભર્યો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.

શિક્ષકશ્રીએ પોતાની ત્રણ દાયકાથી વધુની સેવાકીય કારકિર્દી દરમિયાન અનેક વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સંસ્કાર, શિસ્ત અને જીવનમૂલ્યોનું સિંચન કરી સમાજના જવાબદાર નાગરિક બનવા પ્રેરિત કર્યા હતા. શિક્ષક તરીકેની તેમની નિષ્ઠા, અનુભવ, સેવાભાવ અને સમર્પણ શાળા પરિવાર માટે હંમેશાં પ્રેરણારૂપ બની રહેશે.

આ પ્રસંગે શાળાના સમગ્ર સ્ટાફ પરિવારે નિવૃત્ત શિક્ષકશ્રીની સેવાઓને બિરદાવી તેમના દીર્ઘકાલીન યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ નિવૃત્તિ પછીનું જીવન સુખમય, સ્વસ્થ, આનંદમય અને પ્રવૃત્તિમય બની રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

આ તકે શાળાના આચાર્ય યુ વાય ટપલાએ તેમની સિદ્ધિને બિરદાવતા કહ્યું હતું કે શિક્ષક ક્યારેય નિવૃત્ત થતા નથી, કારણ કે તેમના દ્વારા પ્રગટાવવામાં આવેલ જ્ઞાનનો દીપ અનેક જીવનમાં પ્રકાશ પાથરતો રહે છે. 33 વર્ષની તેમની સેવાયાત્રા શાળાના ઇતિહાસમાં હંમેશાં યાદગાર બની રહશે.

રિપોર્ટર તોસીફ ખત્રી

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો