દાહોદમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંદેશ સાથે ‘રન ફોર યુનિટી’ યોજાઈ

તા.૩૧.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંદેશ સાથે ‘રન ફોર યુનિટી’ યોજાઈ

ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જરે લેવડાવ્યા એકતા શપથ મંચસ્થ મહાનુભવોએ લીલી ઝંડી આપી રન ફોર યુનિટીનો કરાવ્યો પ્રારંભ ભારતના લોખંડી પુરુષ અને ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે આજે તા. ૩૧ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ જન જન સુધી પહોંચાડવાના હેતુથી દાહોદ જિલ્લાના છાબ તળાવ ખાતેથી ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું હતું.ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જરે ઉપસ્થિત સૌને એકતા શપથ લેવડાવ્યા હતા. ત્યારબાદ મંચસ્થ મહાનુભવોએ લીલી ઝંડી આપીને રન ફોર યુનિટીનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં રન ફોર યુનિટી છાબ તળાવ ખાતેથી પ્રારંભ કરી, વિશ્રામ ગૃહ, એસ.પી. કચેરી, તાલુકા પંચાયત, માણેકચોક અને ભગિની સમાજ સર્કલ થઈને પરત છાબ તળાવ ખાતે પૂર્ણ થઈ હતી.રન ફોર યુનિટી’નું આયોજન માત્ર દોડ પૂરતું મર્યાદિત નથી, પરંતુ દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય ભાવનાને મજબૂત બનાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. સરદાર વલ્લભભાઈ પટેલે દેશના રજવાડાંઓનું એકીકરણ કરીને અખંડ ભારતના નિર્માણમાં ઐતિહાસિક યોગદાન આપ્યું હતું. તેમના આદર્શો અને વિચારોને જન જન સુધી પહોંચાડવા તેમજ યુવાનોમાં દેશપ્રેમ, ભાઈચારો અને એકતાની ભાવના જાગૃત કરવાના ઉદ્દેશથી આ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રન ફોર યુનિટીમાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી,જિલ્લા કલેકટર સુરભિ ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ,જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, નિવાસી અધિક કલેકટર જે.એમ.રાવલ,પ્રાંત અધિકારી મિલિંદ દવે, અગ્રણી અભિષેકભાઈ મેડા, જિલ્લા શિક્ષણ અધિકારી  એસ.એલ.દામા,મામલતદાર પ્રદીપસિંહ ગોહિલ, જિલ્લા રમત ગમત અધિકારી અમરસિંહ રાઠવા,નગરપાલિકા ચીફ ઓફિસર દીપસિંહ હઠીલા,પ્રાંત યુવા વિકાસ અધિકારી જીગ્નેશ ડાભી,દાહોદ જિલ્લા પોલીસ વિભાગના કર્મચારીઓ, સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ ,એનસીસી અને એનએસએસના કેડેટ્સ, વિદ્યાર્થીઓ સહિત દાહોદના આગેવાનો, નગરજનો રન ફોર યુનિટી માં જોડાયા હતા

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો