તા.૩૧.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ કોર્ટનો મોટો ચુકાદો: ચેક બાઉન્સ કેસમાં કોન્ટ્રાક્ટરને ૧ oવર્ષની જેલ અને 4 લાખ દંડ ફાટકર્યો
દાહોદથી એક મોટા સમાચાર ધંધાકીય વ્યવહારમાં બાકી નાણાંની ચુકવણી માટે આપવામાં આવેલા ચેક બાઉન્સ થવાના કેસમાં દાહોદની કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે ગોધરાના કોન્ટ્રાક્ટર અભિષેકભાઈ રાજેશભાઈ પટેલને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળ દોષિત ઠેરવ્યા છે અને તેમને ૧ વર્ષની સાદી કેદ તેમજ ₹૪,૦૫,૦૦૦નો દંડ ફટકાર્યો છે. આ સાથે જ દંડની રકમમાંથી ₹૪ લાખ ફરિયાદીને વળતર તરીકે ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.શું હતો સમગ્ર મામલો? દાહોદની ‘નફીસ ટ્રેડિંગ’ના પ્રોપરાઇટર કાઇદ જોહર તૈયબઅલી લીમડીવાલા અને આરોપી કોન્ટ્રાક્ટર વચ્ચે લાંબા સમયથી ધંધાકીય વહેવાર ચાલતા હતા. બાકી નીકળતી રકમની ચુકવણી બાબતે બંને વચ્ચે સમાધાન કરાર થયા બાદ ચેક આપવામાં આવ્યા હતા. જોકે, ફરિયાદીએ બેંકમાં ચેક જમા કરાવતા તે બાઉન્સ થયા હતા.જેને લઈને ફરિયાદી દ્વારા કાયદાકીય લડત શરૂ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી અંતે તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ દાહોદ કોર્ટ દ્વારા આ મહત્ત્વપૂર્ણ ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે.વેપારી વર્ગમાં આ ચુકાદાની વ્યાપક ચર્ચા થઈ રહી છે. આ કેસ એ વાતનો મોટો દાખલો બની ગયો છે કે વેપારમાં ચેક આપ્યા બાદ તેની નાણાકીય જવાબદારી નિભાવવી કેટલી અનિવાર્ય છે. દાહોદ કોર્ટના આ નિર્ણયથી ચેક બાઉન્સના કેસોમાં કાયદાકીય પ્રક્રિયાનું મહત્ત્વ વધુ એકવાર સ્પષ્ટ થઈ ગયું છે.









