ઉંદરાણા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય એકતા, ભાઈચારો અને દેશપ્રેમની ભાવના ઉજાગર થાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી.

આ પ્રસંગે સમાજક્ષેત્ર તેમજ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોનું ગ્રામ પંચાયત પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનિત પ્રતિભાઓએ વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સક્રિય યોગદાન આપવા પ્રેરણા આપી હતી.
કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, સરપંચ તેમજ તલાટી તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો હતો.











