સાપુતારા પોલીસ મથક વિસ્તારમાં મહિલાની ફેક ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. બનાવી ફોટા વાયરલ કરનાર આરોપી મહારાષ્ટ્રથી પકડાયો..

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક મહિલાની ફેક ઇન્સ્ટાગ્રામ આઈ.ડી.બનાવીને સોશિયલ મીડિયા પર બદનામ કરવાના ગુનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ,ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ અને નાયબ પોલીસ અધિક્ષક કે.આર.ડીમરી તથા જનેશ્વર નલવાયાના માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે. બારીયા અને તેમની ટીમે ટેક્નિકલ સોર્સ અને ટેક્નિકલ એનાલિસિસની મદદથી આ અનડિટેક્ટ ગુનાને સફળતાપૂર્વક ડીટેક્ટ કર્યો છે.આ કેસમાં આરોપી દ્વારા ફરીયાદી બહેન તથા તેમના પિતાજીના ફોટા ઉપર અશોભનીય લખાણ લખીને ફેક ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. પર પોસ્ટ કરવામાં આવ્યા હતા.જે બાબતે સાપુતારા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૫૨ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ-૨૦૦૦ ની કલમ-૬૬(સી), ૬૭ મુજબ ગુનો નોંધાયો હતો. પોલીસે ટેક્નિકલ ટીમના આધારે વર્કઆઉટ કરીને મહારાષ્ટ્ર રાજ્યના નાશિક જિલ્લાના ચાંદવડ ગામથી આરોપી મહેશ શિવાજી જાદવ (ઉ.વ. ૨૬, રહે. ગુજરાતીનગર, ચાંદવડ) ને ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી ગુનામાં વપરાયેલ 5,000 રૂપિયાની કિંમતનો એક OPPO કંપનીનો મોબાઈલ ફોન જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે..

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો