દ્વારકા જિલલાની ખંભાળિયા 181 અભયમની ટીમે કુશળ કાઉન્સેલિંગ દ્વારા પિયરમા આવેલી પીડિતાનું તેના સાસરીમાં પુનઃસ્થાપન કરાવ્યું.

દ્વારકા જિલલાની ખંભાળિયા 181 અભયમની ટીમે કુશળ કાઉન્સેલિંગ દ્વારા પિયરમા આવેલી પીડિતાનું તેના સાસરીમાં પુનઃસ્થાપન કરાવ્યું.

પિયરમા આવેલી પીડિતાએ પોતાનો ઘર-સંસાર બચાવવા માટે 181 અભયમની મદદ માંગી.

જામનગર

(નયના દવે દ્વારા)

મહિલાઓના સન્માન અને સુરક્ષા ક્ષેત્રે રાજ્ય સરકારની અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે ખાસ કરીને મહીલાઓ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલાઓને વ્યકિતગત અને સામાજિક રીતે સુરક્ષા કવચ પૂરું પાડી રહી છે. ત્યારે ખંભાળિયાની અભયમ ટીમે દ્વારકા જિલ્લા નાં એક અંતરિયાળ ગામ ની પરિણીતા નાં દાંપત્ય જીવનમાં પડેલી તિરાડ ને દુર કરી પતી- પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું,,,

એક પરિણીતા દ્વારા ૧૮૧ અભયમ મહીલા હેલ્પ લાઈન પર કૉલ કરી જણાવેલ કે તેનો પતિ તેને નાની નાની બાબતો ને લઈ મારઝૂડ કરતો હોય અને અવાર નવાર ઘરમાંથી બહાર કાઢી મૂકતાં હોય જેથી પતી નું કાઉન્સેલિંગ કરાવવા અભયમ ટીમ ની મદદ માંગેલ હોય,,,

પરિણીતા દ્વારા અભયમ નો સંપર્ક કરતાં જ દ્વારકા જિલ્લા ના ખંભાળિયા થી ૧૮૧ અભયમ ટીમ નાં કાઉન્સેલર મનીષાબેન એ. ડામોર એ,, પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મીબેન ધનાભાઇ મોરી તેમજ પાયલોટ શૈલેષભાઈ સોલંકી તાત્કાલીક ઘાટના સ્થળે પહોંચ્યા હતાં,, ઘટનાસ્થળે પહોંચી પીડિતાને સાંત્વના આપી વિશ્વાસ માં લઈ કાઉન્સેલિંગ કરતા પરિણીતા એ જણાવેલ કે તેના આ બીજું લગ્ન જીવન હોય અને આગળના ઘરની દીકરી છે અને બીજા લગ્નના 4 વર્ષ થયા છે અને એનો એક દીકરો છે પતિ દ્વારા બન્ને બાળકો માં ભેદભાવ રાખતા હોય છે તેમજ , દીકરીને સ્કૂલની ફિસ ભરવા પૈસા નથી આપતા અને ઘરમાં રાશન પણ પૂરતું નથી ભરાવતા અને પૈસા બાબત વાત કરતાં પતિ ઝઘડો કરી મારઝૂડ કરવા લાગે,, બાળકો નાં ભણતર પર અસર પડતાં અને હું પણ ડિપ્રેશન નો ભોગ બનું છું, પીડિતા બેન 2 દિવસથી પ્પપા ના ઘરે હતા,, ત્યાર બાદ સ્થળ પર 181 અભ્યમ ટીમે પરિણીતા નાં પતિનું. કાઉન્સેલિંગ કરી તેમને પરિવાર નાં વડા તરીકે ની નૈતિક ફરજો નું ભાન કરાવતા , હવે પછી કઈ પણ સમસ્યા હોય તો દંપતિએ વાતચીત કરી ઉકેલ લાવવો જેથી કરીને તમારા દાંપત્ય જીવનમાં કોઇ પણ જાતના મતભેદ ઊભા ના થાય આમ પતિ પત્ની સાથે સુયોગ્ય પરામર્શ કરી,,,પતિને ઘરેલું હિંસા એક્ટ વિશે અને અન્ય કાયદાકીય માહીતી આપી સામાજિક બંધનો અને ફરજો અંગે સમજણ આપી જેથી પતિને ભૂલ સમજાતાં હવેથી તે ફરી વખત ઝઘડો કે મારઝૂડ ના કરે તે અંગે બાહેધરી આપી જેથી પરિણીતા દ્વારા પણ પતિગૃહે રહેવા માટે સહમતી દર્શાવી હોય,, અને પીડિતાને લાંબાગાળાના પરામર્શ માટે મહિલા સહાયતા કેન્દ્ર (pbsc- પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર) ની માહીતી આપી અને બંને પક્ષનું સઘન. કાઉન્સેલિંગ થી દંપતીના તૂટતાં ઘરસંસાર નવજીવન આપતા પરિણીતા બેન ,, પતિ અને તેમના ઘરના પરિવારજનો એ 181 અભ્યમ ટીમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ હોય.

લોકેશન – ખંભાળિયા (DBD) ORC.- Manisha Damor

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો