નવસારી જિલ્લામાં બનાવટી ચલણી નોટના કેસમાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ, રૂ. ૩ હજારનો દંડ

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી જિલ્લામાં બનાવટી ચલણી નોટો બનાવવાના અને ચલાવવાના કેસમાં નવસારી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ઝડપાયેલા આરોપીને નવસારીની નામદાર સેશન્સ કોર્ટે ૧૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ. ૩,૦૦૦નો દંડ ફટકાર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, તા. ૨૭ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ નવસારી SOGને મળેલી બાતમીના આધારે ચીખલી તાલુકાના તલાવચોરા ગામના મોટા ફળિયામાં આરોપીના મકાનમાં તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન રૂ. ૨૦૦ના દરની ૫૬ અને રૂ. ૧૦૦ના દરની ૬ મળી કુલ ૬૨ બનાવટી ચલણી નોટો મળી આવી હતી.

આ ઉપરાંત બનાવટી નોટો છાપવા માટે ઉપયોગમાં લેવાતાં પ્રિન્ટર, પ્રિન્ટર કાર્ટિજ, કોરા કાગળ, પેન્સિલ, ફૂટપટ્ટી, કાતર અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૧૦,૧૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે ચીખલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

કેસની તપાસ દરમિયાન પોલીસે સંજોગાત્મક, ટેકનિકલ અને ફોરેન્સિક પુરાવા એકત્ર કરી સમયમર્યાદામાં ચાર્જશીટ રજૂ કરી હતી. સરકારી વકીલ ટી.સી. સુલે દ્વારા કોર્ટમાં અસરકારક દલીલો કરવામાં આવી હતી.

જેના આધારે તા. ૨૯ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ નવસારી સેશન્સ કોર્ટે આરોપી તેજશકુમાર સુરેશભાઈ ચૌહાણ, રહે. તલાવચોરા, મોટા ફળિયા, તા. ચીખલી, જિ. નવસારીને ૧૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ. ૩,૦૦૦નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

આ સમગ્ર કેસમાં નવસારી પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.કે. રાયના માર્ગદર્શન હેઠળ SOG અને તપાસ ટીમે કામગીરી કરી હતી.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો