તારીખ ૩૧/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
આજ રોજ સમગ્ર દેશમાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા ઘોઘંબા તાલુકાના સાજોરા ગામે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.ત્યારબાદ ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે, સરદાર પટેલે દેશના નાના-નાના રજવાડાઓને એક કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. તેમના બતાવેલા માર્ગે ચાલીને જ આપણે દેશની એકતાને અકબંધ રાખી શકીશું. તેમણે ગ્રામજનોને એકતા દિવસના શપથ પણ લેવડાવ્યા હતા.આ કાર્યક્રમમાં ગામના સરપંચ, તાલુકા પંચાયતના સદસ્યો, ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.










