ડાંગ જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ભવ્ય ‘રન ફોર યુનિટી’ દોડ, ૧૫૦૦થી વધુ લોકોએ લીધો ઉત્સાહભેર ભાગ..

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ એટલે કે “રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા “રન ફોર યુનિટી” દોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમની શરૂઆત આજરોજ સવારે ૦૭:૦૦ વાગ્યે ડાંગ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતેથી કરવામાં આવી હતી. દોડના પ્રારંભ પૂર્વે ઉપસ્થિત તમામ અધિકારીઓ, કર્મચારીઓ તથા નાગરિકો દ્વારા દેશમાં એકતા, અખંડિતતા અને સુરક્ષાની ભાવના વધુ મજબૂત બનાવવા માટે “રાષ્ટ્રીય એકતા દિવસ શપથ” લેવામાં આવ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમમાં પ્રભારી મંત્રી જયરામભાઈ ગામીત, ડાંગ જિલ્લા પ્રમુખ  રાજેશભાઈ ગામીત, પ્રભારી સચિવ મહેશભાઈ પટેલ તેમજ ડાંગ જિલ્લા કલેક્ટર એન.ડી.પરમાર, જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલા , જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ, ઉત્તર દક્ષિણ વન વિભાગના ડી.સી.એફ. નિરજકુમાર અને મુરાલીલાલ મિણા વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પોલીસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, હોમગાર્ડ તથા જી.આર.ડી. સભ્યો, વિવિધ સ્કૂલ-કોલેજના શિક્ષકો અને વિદ્યાર્થીઓ, સ્થાનિક નાગરિકો તથા પ્રેસ મિડિયાના પ્રતિનિધિઓ સહિત આશરે ૧૫૦૦ જેટલા લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શપથવિધિ પૂર્ણ થયા બાદ મહાનુભાવો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં લીલી ઝંડી બતાવીને “રન ફોર યુનિટી” દોડને પ્રસ્થાન (ફ્લેગ ઓફ) કરાવવામાં આવ્યું હતું. આ દોડ પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઈને કલેક્ટર કચેરી, ગાંધી ઉદ્યાન, શહીદ સ્મારક, ફુવારા સર્કલથી ડાંગ સ્વરાજ આશ્રમ સુધીના નિર્ધારિત રૂટ પર બેનરો સાથે યોજાઈ હતી. રૂટ પર આવેલા ફુવારા સર્કલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને મહાનુભાવો તથા અધિકારીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દોડનું પરત પોલીસ હેડક્વાર્ટર ખાતે ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતુ.સહભાગીઓની સુવિધા માટે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા દોડ દરમિયાન હાઇડ્રેશન માટે પાણી તેમજ આરોગ્યલક્ષી લીંબુ સરબતની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો