તા.૩૧.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Limkheda:ખાખીનો ખોફ:લીમખેડામાં હત્યા કરી ભાગી છૂટેલા આરોપીને પોલીસે ફિલ્મી ઢબે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો”
લીમખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ખૂનના ગંભીર ગુનાના આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલભેગો કર્યો છે.પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી, દાહોદ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા તથા લીમખેડા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક કરણ પન્ના નાઓ દ્વારા આ ગંભીર ગુનાની તાકીદે ઉકેલ લાવવા અને આરોપીને સત્વરે પકડી પાડવા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.આ સૂચનાના આધારે લીમખેડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.બી. સોલંકી દ્વારા સ્ટાફના કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સોર્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પી.આઈ. એસ.બી. સોલંકીને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે ચોક્કસ બાતમી મળી હતી કે,લીમખેડા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૮૨૧૦૩૫૨૬૧૩૮૯/૨૦૨૬, ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ ૧૦૩(૧) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનામાં સંડોવાયેલ આરોપી લીમખેડા હાઇવે પરથી બસ સ્ટેશન તરફ ચાલીને જઈ રહ્યો છે.બાતમીના આધારે પોલીસે ત્વરિત કૉર્ડન કરી આરોપી દશરથભાઈ સુરપાલભાઈ માવી (રહે. જાદાખેરીયા ડુંગરા ફળિયું, તા. લીમખેડા, જી. દાહોદ) ને લીમખેડા રોડ પરથી હસ્તગત કરી લીમખેડા પોલીસ સ્ટેશને લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સફળ કામગીરી કરનાર પોલીસ ટીમ:આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. સોલંકી, એ.એસ.આઈ. નરવતસિંહ શંકરભાઈ, અ.હે.કો. મનોજભાઈ જશવંતભાઈ, અ.હે.કો. જીતેન્દ્રભાઈ નાનુસિંગભાઈ, અ.પો.કો. જગદિશભાઈ વિરસિંગભાઈ, અ.પો.કો. નિતેશભાઈ કનુભાઈ તથા આ.પો.કો.ગાયત્રીબેન ભરતભાઈ દ્વારા કરવામાં આવી હતી.









