છોટાઉદેપુરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી, એકતા દોડમાં પદાધિકારીઓ, અધિકારીઓ, પોલીસ જવાનો અને યુવાનો જોડાયા

દેશની એકતા અને અખંડિતતાના પ્રતિક તથા અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ, જિલ્લા વિકાસ અધિકારી ઓમકાર શિંદે અને મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાગર સહિત પદાધિકારીઓ, વહીવટી અધિકારીઓ, પોલીસ જવાનો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવી રાખવાના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારબાદ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. એસ.એફ. હાઈસ્કૂલના પ્રાંગણથી શરૂ થયેલી આ દોડ ક્લબ રોડ, એસ.ટી. ડેપો અને અલીરાજપુર ચોકડી થઈ પુનઃ એસ.એફ. હાઈસ્કૂલ ખાતે પૂર્ણ થઈ હતી. આ દોડમાં યુવાનો, પોલીસ જવાનો અને વહીવટી તંત્રના કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. એકતા દોડના માધ્યમથી સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એકતાના સૂત્રમાં બાંધવા માટે આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું તેમજ નવી પેઢીમાં રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશપ્રેમની ભાવના વધુ મજબૂત બને તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. આમ, સરદાર સાહેબની જન્મજયંતીના અવસરે છોટાઉદેપુર જિલ્લામાં દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાના માહોલ વચ્ચે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
રિપોર્ટર તોસીફ ખત્રી 
58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો