તા.૧૫.૦૯.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના રળિયાતી-મુવાલિયામાં એક મહિનાથી આતંક મચાવનાર દીપડો આખરે પાંજરે પૂરાયો: ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ
દાહોદના રળિયાતી અને મુવાલિયા પંથકમાં છેલ્લા એક મહિનાથી ભારે ફફડાટ ફેલાવનાર એક યુવાન નર દીપડાને પાંજરે પૂરવામાં વનવિભાગ અને પ્રકૃતિ મિત્ર મંડળને મોટી સફળતા મળી છે. દીપડો પકડાતા જ સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોએ મોટી રાહત અનુભવી છે.ખેતરોમાં પગના નિશાન દેખાતા ભયનો માહોલ હતોછેલ્લા કેટલાક સમયથી રળિયાતી અને મુવાલિયા વિસ્તારના ખેતરોમાં દીપડાના આંટાફેરા વધી ગયા હતા. ખેતરોમાં દીપડાના પગના નિશાન (પગમાર્ક) સતત મળી આવતા હોવાથી ખેડૂતોમાં રાત્રિના સમયે ખેતરે જવામાં ભારે ભયનો માહોલ હતો. આ સાથે જ પશુપાલકો પણ પોતાના પશુધનની સુરક્ષાને લઈને સતત ચિંતામાં ગરકાવ હતા.વનવિભાગ અને પ્રકૃતિ મિત્ર મંડળનું સંયુક્ત ઓપરેશનસ્થાનિક ગ્રામજનો દ્વારા આ અંગે વનવિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા સમજીને વનવિભાગ અને દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી. બંને ટીમો દ્વારા દીપડાની અવરજવર વાળા વિસ્તારોનું ઝીણવટભર્યું ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું. દીપડાના મૂવમેન્ટના આધારે અર્બન હોસ્પિટલ પાછળ આવેલા એક ખેતરમાં વ્યૂહાત્મક રીતે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.શિકારની લાલચે દીપડો પાંજરામાં કેદ થયોઆજે વહેલી સવારે શિકારની લાલચે દીપડો પાંજરા તરફ આવ્યો હતો અને ગણતરીની ક્ષણોમાં જ પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો હતો. વનવિભાગના જણાવ્યા અનુસાર, પકડાયેલો દીપડો પૂર્ણ કદનો યુવાન નર દીપડો છે.હવે ઊંડા જંગલમાં મુક્ત કરાશેવનવિભાગ દ્વારા હાલ દીપડાનો કબજો મેળવી તેનું તબીબી પરીક્ષણ (આરોગ્ય ચકાસણી) હાથ ધરવામાં આવ્યું છે. દીપડો સંપૂર્ણ સ્વસ્થ હોવાની ખાતરી થયા બાદ તેને માનવ વસ્તીથી દૂર સુરક્ષિત ઊંડા જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વનવિભાગ અને પ્રકૃતિ મિત્ર મંડળની આ સફળ કામગીરીને સ્થાનિકોએ બિરદાવી છે










