જાફરાબાદ મીતીયાળા ના ખેડૂતોએ ડેપ્યુટી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

યોગેશ કાનાબાર અમરેલી

જાફરાબાદ થી બાબરકોટ ના પાડીયા સુધી ના મિતિયાળા ના ખેડૂતો ખાતેદારો ની નાયબ કલેકટર ને રજુઆત : ચાર નાળા થી જાફરાબાદ સુધી આવતો ફોર લેનીંગ રોડ માં ખેડૂતો ની જમીન વગર વળતરે કપાત કરવાની કામગીરી રોકવા માટે રજુઆત

જાફરાબાદ થી બાબરકોટ ના પાડીયા સુધી ના મિતિયાળા ના ખાતે દ્વારો ની નાયબ કલેકટર સાહેબ ને તમામ ખેડૂતો દ્વારા ધારદાર મૌખિક અને લેખિત રજૂઆત માં જણાવેલ કે જાફરાબાદ તાલુકાના મોજે મિતિયાળા ગામના ખેતી બિનખેતી જમીનના ખાતેદારો છીએ અને અમારી ખેતી જમીન તે રાજુલા-જાફરાબાદ રોડની બન્ને બાજુએ આવેલ છે. હાલના રોડને અડીને બન્ને બાજુથી આ ફોર લેન રોડ બનાવવા માટે હાલના કબજા ધારકોને રાજુલાના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી ની કચેરી મારફતે અમોને દબાણકર્તા-અનધિકૃત કબજેદારો ગણીને ગેરકાયદેસરની નોટીસો આપવામાં આવી રહેલ છે. નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી-રાજુલા તરફથી આપવામાં આવી રહેલી નોટીસોમાં કોઈ સર્વે નંબરોનો ઉલલેખ નથી કે આ ફોર લેન રોડમાં કેટલી જમીન કપાય છે ? તેનો કોઈ ઉલલેખ કરવામાં આવેલ નથી. જેથી આવી નોટીસો કાયદેસરની ગણાય નહી. તેમ છતાં ખેડુતોને આવી નોટીસો આપવામાં આવી રહેલ છે. રોડ ફોર-લેન બનતો હોઈ તો તે રાજયના વિકાસ માટે અને જાહેર હિત માટે સારી વાત છે. પરંતુ કાયદાનું ઉલ્લંઘન કરીને અને કાયદા વિરૂધ્ધ જે કામગીરી કરવામાં આવે તો તે ગેરકાયદેસર કાર્યવાહી કહેવાય અને આવી કાર્યવાહી જાહેર જનતાને તેના મિલ્કત ધારણ કરવાના અને તેની મિલ્કતને જાળવવાના બંધારણીય હકક નું ખુલ્લું ઉલ્લંધન ગણવામાં આવે છે. અમોએ ફકત બાબરકોટના પાટીયા થી જાફરાબાદની હદ સુધીનો જ ઉલ્લેખ કરેલ છે.પરંતુ આ સર્વે નંબરોમાં વધારો થાય તેવી પુરી શકયતા છે. તેમજ ચારનાળા થી જાફરાબાદ સુધી ઘણા સર્વે નંબરો કપાવાનાની શકયતા છે. તો આ બાબતે આવી સંભવિત કપાત થવાની જમીન ધારકોમાં કચવાટ થઈ રહેલ છે.

દેશના કે રાજયના વિકાસ માટે જમીન ધારકોની જમીન કપાત કરવાની હોઈ તો તેના માટે અંગ્રેજોના શાસનકાળમાં પણ તેઓએ ઈ.સ. ૧૮૯૪ માં “જમીન સંપાદન અધિનિયમ” બનાવેલ હતો. અને તે મુજબ જમીન ધારકોને વળતર આપીને જાહેર હિત માટે જમીન સંપાદન કરવામાં આવતી હતી. તેમજ આ કાયદામાં સને ૨૦૧૩ માં નવેસરથી સુધારો કરવામાં આવેલ છે. અને તે મુજબ જ કાર્યવાહી કરવાની થાય છે.

કોઈપણ ખાતેદારની ખેતી અથવા બિનખેતીની જમીન કપાત કરવાની કાર્યવાહી કરવાની હોઈ તો, તેના માટે પ્રથમ જમીનનો પ્રારંભિક સર્વે નંબર નક્કી કરી, ત્યારબાદ પ્રાથમિક જાહેરનામુ બહાર પાડવાનું હોય છે.

ત્યારબાદ આખરી જાહેરનામ બહાર પાડવાનું હોય છે. જેમાં સર્વે નબંરો તથા કપાત ક્ષેત્ર ફળનો ઉલ્લેખ કરવાનો હોય છે. ત્યારબાદ રાજયમાં વધુ ફેલાવો ધરાવતા છાપામાં જાહેરાત આપવાની હોય છે. જેમાં એક છાપ સ્થાનિક ભાષાનું હોવું જોઈએ. ત્યારબાદ જાહેર જનતા કે જેને ભવિષ્યમાં અસર થવાની છે. તેઓ પાસેથી વાંધા મંગાવવાના હોઈ છે. આ વાંધા ઓની સુનાવણી કરીને આખરી નિર્ણય લેવાનો હોઈ છે. અને જમીનનું વળતર એટલે કે એવોર્ડ જાહેર કરીને જમીન માલિકોને વળતરની ચુકવણી કર્યા બાદ જ જે તે જમીનનો કબજો લેવાનો રહે છે.

આવી તમામ કાયદાકીય હકિકત જણાવવાનો અમારો હેતુ એવો છે કે, જમીન ધારકોને યોગ્ય ન્યાય અને વ્યાજબી વળતર મળી રહે તેવા તમામ શકય એટલા પગલા લેવાના અને કાયદાથી દેશના નાગરિકોના હક્કો ના રક્ષણ માટે અને બંધારણથી આપવામાં આવેલા અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી જવાબદાર અધિકારીઓને આપવામાં આવેલી છે. પરંતુ હાલમાં જે રીતે કામગીરી કરવામાં આવે છે તે લોકોના હક્કને રૂંધવાની કામગીરી થતી હોઈ એવું લાગે છે.

હાલમાં કોઈ અજાણ્યા માણસો દ્વારા જમીન ધારકોને ખોટી રીતે ધમકાવવા માં આવી રહેલ છે. અને ગેરકાયદેસર નો કબજો લેવાના પ્રયત્નો કરવામાં આવી રહેલ છે. જે લોકશાહી દેશ માટે શરમજનક બાબત છે. આપ સાહેબ જવાબદાર અધિકારી હોઈ જેથી અમો આપ સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ કે, ચારનાળા થી જાફરાબાદ સુધીના ફોરલેન રોડ બનાવવા માટે જે જમીન કપાવવાની સંભાવના છે. તેવા ખેડુતોને યોગ્ય વળતર આપીને જ આગળની કાર્યવાહી કરવી અન્યથા અમો ખેડુતોને એકજુથ થઈને સરકારશ્રીના આવા અન્યાયકારી વલણ સામે સંઘર્ષ કરવાની ના-છુટકે ફરજ પડશે અને યોગ્ય ન્યાય મેળવવા નામદાર ગુજરાત હાઈકોર્ટ અને જરૂર પડયે નામદાર સુપ્રિમ કોર્ટમાં પણ ન્યાય મેળવવા ધા નાખવાની ફરજ પડશે આ બાબતને લઈને જે કાંઈ નુકશાન જશે તેની જવાબદારી તમામ જવાબદાર અધિકારીઓ શ્રી ની રહેશે જેની ગંભીર નોંધ લેવા અરજી તથા મૌખિક રજૂઆતો ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી

રિપોર્ટર
કિશોર આર. સોલંકી
જાફરાબાદ

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે ગુજરાતનો પર્યાવરણ સંરક્ષણ માટે સંકલ્પ ક્લાઈમેટ ચેન્જ સામે લડતમાં ગ્રીન એનર્જી, વૃક્ષારોપણ અને સ્વચ્છ ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતની આગવી પહેલ શબ્દાંકન- સંજય શુક્લ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ અમદાવાદ, 15 સપ્ટેમ્બર, 2026

નાની બેડવણ ગામે એક્સપાયર્ડ લોટના મુદ્દે તંત્ર સામે ગંભીર સવાલો, અરજદારનો આક્ષેપ: એક્સપાયર્ડ લોટનું સેમ્પલ લેવાને બદલે ફ્રેશ પેકિંગવાળા લોટનું સેમ્પલ લેવાયું; દુકાનદાર સામે કાર્યવાહી કેમ નહીં?

Horoscope

Weather

વધુ વાંચો

નાની બેડવણ ગામે એક્સપાયર્ડ લોટના મુદ્દે તંત્ર સામે ગંભીર સવાલો, અરજદારનો આક્ષેપ: એક્સપાયર્ડ લોટનું સેમ્પલ લેવાને બદલે ફ્રેશ પેકિંગવાળા લોટનું સેમ્પલ લેવાયું; દુકાનદાર સામે કાર્યવાહી કેમ નહીં?

જિલ્લા

શહેર પસંદ કરો