યોગેશ કાનાબાર અમરેલી

જાફરાબાદના માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ : અગામી પાંચ દિવસ સુધી દરિયામાં ભારે પવન ફુંકાવાની અને હવામાન અતિ ખરાબ રહેવાની સંભાવના હોવાથી માછીમારો દરિયો ન ખેડવા તેમજ આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ખેડવા ન જવા તંત્ર નો કડક આદેશ

જાફરાબાદ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો કચેરીના કાર્યક્ષેત્રમાં તળે આવતા તમામ મત્સ્ય ઉતરાણ કેન્દ્રો જેવા કે જાફરાબાદ, શિયાળબેટ, ચાંચ બંદર, નવાબંદર, સૈયદ રાજપરા, તથા સિમર, ખડાબંદરના તમામ માછીમાર બોટ એસો. આગેવાનો, સહકારી મંડળીના પ્રમુખ શ્રી ઓ તથા માછીમાર બોટ માલિકોને પરિપત્ર દ્વારા જણાવેલ કે હવામાન વિભાગ અમદાવાદ ના બુલેટિન તથા વડી કચેરી ગાંધીનગર ના આધારીત પત્ર થી જાણ કરવામાં આવેલ છે કે દરિયામાં ઉંચા મોજા ઓ ઉછાળવાની ૪૧ કી. મી કલાક થી ૬૧ કિ.મી કલાકની ઝડપે પવન ફુંકાવાની સંભાવના અને દરિયો ગાંડોતૂર બનવાની શક્યતાઓ હોવાથી તા/૧૪/૦૯/૨૦૨૬ થી આગામી ૫ દિવસ બોટ માલિકો ને સૂચના ન મળે ત્યાં સુધી માછીમારી ટોકન બંધ કરવામાં આવેલ છે. અને દરિયામાં રહેલી તમામ માછીમારી બોટોને તાત્કાલિક અસરથી બંદર ઉપર પરત બોલાવી લેવા કડક આદેશ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, જાફરાબાદ ની કચેરી દ્વારા હવામાન વિભાગની આગાહીને પગલે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં જણાવ્યા અનુસાર, તારીખ ૧૪/૦૯/૨૦૨૬થી આગામી પાંચ દિવસ સુધી દરિયામાં ભારે પવન ફૂંકાવાની અને હવામાન અતિ ખરાબ રહેવાની સંભાવના હોવાથી માછીમારોની જાન-માલની સુરક્ષાને ધ્યાને રાખી આગામી સૂચના ન મળે ત્યાં સુધી કોઈ પણ માછીમારે દરિયામાં માછીમારી કરવા જવું નહીં. આ ઉપરાંત, હાલમાં દરિયામાં ગયેલી તમામ બોટોને તાત્કાલિક અસરથી પરત બોલાવી લેવા અથવા નજીકના બંદર પર સુરક્ષિત રીતે પાર્ક કરી દેવા આદેશ કરાયો છે. વહીવટીતંત્ર દ્વારા આગામી આદેશ સુધી માછીમારી બોટો માટેના ટોકન ઈસ્યુ કરવાનું પણ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું છે, અને જિલ્લાના તમામ બોટ માલિકો તથા માછીમારોને આ સૂચના ઓનો ચુસ્તપણે અને તાત્કાલિક અમલ કરવા જણાવાયું છે.
યોગેશ કાનાબાર અમરેલી










