અરવલ્લી

અહેવાલ- હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મોડાસાના મેઘરજ રોડ પર રિક્ષામાં બેઠેલી યુવતી ફુટબોલની માફક રોડ પર ફંગોળાઈ,જાનહાનિ ટળી
*બે બાઈક સવારોને બચાવવા જતા રિક્ષા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો, મોડાસામાં ઇકો વાનનો રોડ પર અડિંગો*
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં મેઘરજ રોડ પર બેંક ઓફ મહારાષ્ટ્ર સામે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. 14 સપ્ટેમ્બરે બપોરના સમયે પૂરપાટ ઝડપે જઈ રહેલી રિક્ષા સામે અચાનક બે બુદ્ધીના બારદાન હોય તેવા બાઈક સવારો આવી ચડતાં રિક્ષા ચાલકે તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન રિક્ષાના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં રિક્ષામાં સવાર યુવતી રોડ પર ફુટબોલની માફક ફંગોળાઈ દૂર રોડ પર ઊભેલી ઈકો ગાડીની નીચે ઘૂસી ગઈ હતી

મળતી માહિતી મુજબ, મેઘરજ રોડ પર બેફામ સ્પીડે રિક્ષા પસાર થઈ રહી હતી ત્યારે અચાનક બે બાઈક સવારો તેના માર્ગમાં આવી ગયા હતા. બાઈક સવારો સાથે ટક્કર ન થાય તે માટે રિક્ષા ચાલકે અચાનક સ્ટિયરિંગ ફેરવ્યું હતું. જોકે, પૂરપાટ ઝડપ વચ્ચે લેવાયેલા આ વળાંકને કારણે રિક્ષાનું સંતુલન ખોરવાઈ ગયું હતું. બીજી બાજુ રોડ પણ ભીનો હતો. રિક્ષા એક ટાયર પર ઊંચી થઈ જાય છે અને જેવો ચાલક પોતાની રિક્ષાનું સંતુલન સરખું કરવા જાય છે ત્યાં એક મહિલા મુસાફર પોતાની સીટ પરથી નીચે પટકાય છે. જોકે અહીં રિક્ષા ચાલકે પણ હોય તેના કરતા વધારે મુસાફરો રિક્ષામાં ભર્યા હોવાનું સ્પષ્ટ સીસીટીવીમાં જોઈ શકાય છે.
રિક્ષાનું સંતુલન બગડતાં તેમાં બેઠેલી મહિલા મુસાફર રિક્ષામાંથી બહાર ફંગોળાઈને સીધી રસ્તા પર પટકાઈ હતી. જે સીધા જ લપસતા લપસતા એક ગેરકાયદે પાર્ક કરેલી ઈકો કારને જઈને ભટકાય છે. અકસ્માતમાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો અને રાહદારીઓ દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
અકસ્મતની સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. 14 સપ્ટેમ્બરે બનેલી ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ અકસ્માતની ગંભીરતા સ્પષ્ટ થઈ છે. ફૂટેજમાં બે બાઈક સવારો અચાનક રિક્ષાના માર્ગમાં આવતા જોવા મળે છે અને તેમને બચાવવાના પ્રયાસમાં રિક્ષાચાલક સ્ટિયરિંગ ફેરવતો હોવાનું જોવા મળે છે.
અકસ્માત બાદ યુવતીના માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચી પહોંચી હતી ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ સમગ્ર મામલે પોલીસ તપાસ પણ આગળ ધપાવવામાં આવી છે. એટલે આમ જોવા જઈએ તો આ ઘટનામાં માત્ર બે જ વ્યક્તિએ બુદ્ધીનું પ્રદર્શન કર્યું છે તેવું કહેવું ઓછું પડે, રિક્ષા ચાલક કે જેણે વધારાના પેસેન્જર ભર્યા અને સ્પીડ વધારે રાખી તે અને જ્યાં ત્યાં વાહન પાર્ક કરનાર ઈકો કારના ચાલકની પણ એટલી જ બેદરકારી જોવા મળી હતી.










