ગુજરાતના અનેક શહેરોમાં કોંગ્રેસનું કાળા ઝંડા સાથે ઉગ્ર પ્રદર્શન, “જ્ઞાનેશ કુમાર રાજીનામું આપો!”ના નારા ગૂંજીયા

SIR(સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયાના નામે દેશભરમાંથી કરોડો મતદારોના નામ ગેરરીતિપૂર્વક રદ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે ગુજરાતભરમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. મુખ્ય ચૂંટણી કમિશનર(CEC) જ્ઞાનેશ કુમારના તાત્કાલિક રાજીનામાની માગ સાથે સોમવારે (28મી સપ્ટેમ્બર) રાજ્યના મુખ્ય શહેરોમાં કોંગ્રેસ દ્વારા કાળા કપડાં, સૂત્રોચ્ચાર અને ચક્કાજામ સાથે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો હતો.

રાજકોટમાં શહેર કોંગ્રેસ દ્વારા વિરોધનું અનોખું રૂપ જોવા મળ્યું હતું. કાર્યકરોએ એક યુવા કાર્યકરને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું મુખોટું પહેરાવી, દોરડાથી બાંધીને કલેક્ટર કચેરી સુધી લઈ જઈ દેખાવો કર્યો હતો. કોંગ્રેસ નેતાઓએ ચૂંટણી પંચની સ્વાયત્તતા પર પ્રહારો કરતા કટાક્ષ કર્યો હતો કે, ‘કેન્દ્રની ભાજપ સરકાર જે કામ કરી શકતી નથી તે કોંગ્રેસે કરીને બતાવ્યું છે.’

સુરત ખાતે શહેર અને જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટર કચેરી ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. “વોટ ચોર, ગાદી છોડ”ના પ્રચંડ નારાઓ સાથે કાર્યકરોએ કલેક્ટર કચેરીમાં ઘૂસવા જતાં પોલીસે મૂકેલા બેરિકેડ્સ તોડી પાડ્યા હતા. માર્ગો પર ચક્કાજામ કરી દેવાતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. આખરે પોલીસે દેખાવકારોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.

વડોદરામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની આગેવાની હેઠળ કોંગ્રેસી કાર્યકરો અને મહિલાઓ કાળા વસ્ત્રો તેમજ કાળી પટ્ટીઓ ધારણ કરીને રસ્તા પર ઉતર્યા હતા. શહીદ ભગતસિંહની તસવીરો અને “સ્વાયત્ત ચૂંટણી પંચ કે ભાજપનું ટૂલ?” લખેલા બેનરો સાથે કાર્યકરોએ ભારે નારેબાજી કરી હતી. આ દરમિયાન પૂતળાદહન કરવાનો પ્રયાસ કરાતાં પોલીસ અને દેખાવકારો વચ્ચે ભારે ઘર્ષણ અને ધક્કામુક્કીના દૃશ્યો સર્જાયા હતા.

જૂનાગઢ ખાતે પણ કોંગ્રેસ સમિતિના નેતા કરશનદાસ ભાદરકા અને કાર્યકરો દ્વારા દેખાવો કરવામાં આવ્યો હોતો. ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાંથી ગેરરીતિપૂર્વક નામો કાઢી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સત્તાવાર રજૂઆત કરવામાં આવી હતી.

છોટા ઉદેપુર ખાતે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચની કામગીરી સામે દેખાવો કરવામાં આવ્યો હતો. ચૂંટણી પંચ પર સંસ્થાકીય રીતે લોકશાહી પ્રક્રિયાને નુકસાન પહોંચાડવાના આક્ષેપો સાથે કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતર્યા હતા. આ દેખાવા દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ ઉઠાવી હતી.

કોંગ્રેસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર મોટી રેલી કાઢવામાં આવી હતી. હાથમાં બેનરો અને પક્ષના ઝંડા સાથે કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોને સેવાસદનના ગેટની આગળ પોલીસે રોક્યા હતા. જેના પગલે સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પંચની કામગીરી અંગે ગંભીર સવાલો ઉભા થયા છે અને લોકશાહીની રક્ષા માટે આ મુદ્દે અવાજ ઉઠાવવો જરૂરી છે.

37
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો