WAKANER:વાંકાનેરના ખાનપરમાં યુવતીને ભગાડી જવા બાબતે પૂછપરછ કરવા ગયેલા પરિવાર પર જીવલેણ હુમલો: યુવતીના દાદાની હત્યા, ૮ સામે ગુનો દાખલ

વાંકાનેર તાલુકાના ખાનપર ગામમાં પ્રેમ પ્રકરણ અને યુવતીને ભગાડી જવાના મામલે પૂછપરછ કરવા ગયેલા પરિવાર પર લાકડી-ધોકા વડે જીવલેણ હુમલો કરાતા યુવતીના દાદાનું કરુણ મોત નીપજ્યું છે. આ બનાવથી પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે હત્યા અને રાયોટિંગ સહિતની કલમો હેઠળ ૮ શખ્સો સામે ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગ પ્રેમ પ્રકરણમાં યુવતી ભાગી જતાં સર્જાયો વિવાદ
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ખાનપર ગામમાં પાન-માવાની દુકાન ચલાવતા હેમુભાઈ સગરામભાઈ સરવૈયાની ભત્રીજી હેતલ (ઉં.વ. ૨૦)ના લગ્ન સાત મહિના પહેલા થાનના ખાખરાથર ગામે થયા હતા. જોકે, ગામના જ કિશન દેવાભાઈ મકવાણા સાથેના પ્રેમ સંબંધના કારણે બે મહિના પહેલા તેના છૂટાછેડા થઈ ગયા હતા. ગઈકાલે સવારે હેતલ અચાનક ઘરેથી ગુમ થતાં તે કિશન સાથે ભાગી ગઈ હોવાની આશંકાએ પરિવારે શોધખોળ હાથ ધરી હતી.

દિવસ દરમિયાન તપાસ બાદ રાત્રે આશરે ૧૦ વાગ્યે ફરિયાદી હેમુભાઈ, તેમના પિતા સગરામભાઈ અને અન્ય પરિવારજનો કિશનના ઘરે પૂછપરછ કરવા પહોંચ્યા હતા. તે દરમિયાન કિશનના પિતા દેવાભાઈ મકવાણા અને તેમના સગા-સંબંધીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો ભાંડીને લાકડીઓ તેમજ ધોકાઓ સાથે સરવૈયા પરિવાર પર તૂટી પડ્યા હતા.
આ હુમલામાં દેવાભાઈ મકવાણાએ લાકડીનો જોરદાર ઘા હેતલના દાદા સગરામભાઈના માથાના પાછળના ભાગે ઝીંકી દેતાં તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. વચ્ચે પડેલા અન્ય સગા-સંબંધીઓને પણ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. ગંભીર રીતે ઘવાયેલા સગરામભાઈને તાત્કાલિક વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
બનાવ હત્યામાં પલટાતા વાંકાનેર તાલુકા પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે નીચે મુજબના ૮ શખ્સો સામે બી.એન.એસ. (BNS) કલમ ૧૦૩(૧), ૧૧૫(૨), ૧૮૯(૨), ૧૯૦, ૧૯૧(૨), ૧૯૧(૩), ૩૫૨ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે:દેવાભાઈ ઉકાભાઈ મકવાણા ,કિરણભાઈ દેવાભાઈ મકવાણા,વિપુલભાઈ દેવાભાઈ મકવાણા,રાજુભાઈ છનાભાઈ મકવાણા,મનસુખભાઈ છનાભાઈ મકવાણા,ભરતભાઈ મનસુખભાઈ મકવાણા,વિરમભાઈ મનસુખભાઈ મકવાણા,જેમાભાઈ સોમાભાઈ મકવાણા (તમામ રહે. ખાનપર)પોલીસે ગુનો દાખલ કરી તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.













