WAKANER:વાંકાનેરના જામસર સીઆરસી કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન  અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા ખાતે ઉત્સાહભેર યોજાયું

WAKANER:વાંકાનેરના જામસર સીઆરસી કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન  અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા ખાતે ઉત્સાહભેર યોજાયું

જામસર તાલુકા શાળા અને સમથેરવા પ્રાથમિક શાળાની કૃતિઓ તાલુકા કક્ષા માટે પસંદગી પામી

વાંકાનેર તાલુકાના જામસર સીઆરસી કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ૨૦૨૬ શ્રી અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા ખાતે ભવ્ય રીતે યોજાયું હતું. આ પ્રદર્શન મુખ્ય વિષય “ટકાઉ અને વિકસિત ભારત માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને ઈનોવેશન” અંતર્ગત યોજવામાં આવ્યું હતું. જેમાં જામસર સીઆરસી હેઠળની વિવિધ શાળાઓના ગણિત-વિજ્ઞાનના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની વૈજ્ઞાનિક સૂઝબૂઝ દર્શાવતા વિવિધ આકર્ષક મોડેલ્સ અને કૃતિઓ રજૂ કરી હતી.

પ્રદર્શનમાં રજૂ થયેલી તમામ કૃતિઓનું તટસ્થ મૂલ્યાંકન નિર્ણાયકશ્રી દેત્રોજા તૃપલકુમારી તેમજ ભાટિયા અમિતભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. ઝીણવટભર્યા મૂલ્યાંકનના અંતે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ જામસર તાલુકા શાળા અને સમથેરવા પ્રાથમિક શાળાની કૃતિઓને આગામી તાલુકા કક્ષાના પ્રદર્શન માટે પસંદ કરવામાં આવી હતી.

કાર્યક્રમના સમાપન પ્રસંગે પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને જામસર સીઆરસી કો-ઓર્ડિનેટર નરેન્દ્રસિંહ એસ. ચૌહાણ, જામસર તાલુકા શાળાના આચાર્યશ્રી સોલંકી વિનોદભાઈ તેમજ ઉપસ્થિત અન્ય શાળાઓના આચાર્યશ્રીઓ દ્વારા શિલ્ડ, પ્રમાણપત્ર અને ડોમ્સ (DOMS) કિટ અર્પણ કરી ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.

આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે યજમાન શાળા શ્રી અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી આદ્રોજા જીગ્નેશભાઈ, વિનુભાઈ વાઘેલા તેમજ સમગ્ર શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમ સુચારુ અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો