WAKANER:વાંકાનેરના ઢુવા-માટેલ રોડ પરથી ચોરાઉ બાઈક સાથે એક શખ્સને ઝડપી પાડતી મોરબી SOG

WAKANER:વાંકાનેરના ઢુવા-માટેલ રોડ પરથી ચોરાઉ બાઈક સાથે એક શખ્સને ઝડપી પાડતી મોરબી SOG

મોરબી:જિલ્લામાં બનતા ચોરીના બનાવો અટકાવવા તેમજ અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સરહદી રેન્જ કચ્છ-ભુજ આઈજીપી અને મોરબી જિલ્લા એસપી દ્વારા આપેલી સૂચના મુજબ મોરબી એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ટીમે વાંકાનેર પંથકમાંથી ચોરાઉ બાઈક સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.

એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ ટીમ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ઢુવા-માટેલ રોડ પર ઉમિયા સિરામિક સામેથી નંબર પ્લેટ વગરના કાળા કલરના મોટરસાયકલ સાથે એક શંકાસ્પદ શખ્સ પસાર થતો જણાયો હતો. પોલીસે તેને અટકાવી બાઈકના કાગળો તથા આર.સી. બુક અંગે પૂછપરછ કરતાં તે ગલ્લાંતલ્લાં કરવા લાગ્યો હતો અને કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો.

વાહનના એન્જિન અને ચેસિસ નંબર પરથી તપાસ કરાવતાં કોઈ વિગત ઉપલબ્ધ ન થતાં, બાઈક ચોરી કે છળકપટથી મેળવેલું હોવાનું જણાયું હતું. પોલીસે વાહન કબ્જે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વાંકાનેર તાલુકા પોલીસ મથકે સોંપ્યો છે.

પકડાયેલ આરોપી – નવાઝભાઈ નિઝામુદ્દીનભાઈ શેરશીયા (રહે. લીંબાળા, તા. વાંકાનેર, જિ. મોરબી)

કબ્જે કરેલ મુદ્દામાલ:હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ (કાળા કલરનું, બ્લુ-લાલ પટ્ટાવાળું, ચેસિસ નં. 00J20C19809, એન્જિન નં. 00J18M19962) — કિંમત આશરે ₹૨૦,૦૦૦/-પોલીસે બાઈકને BNSS કલમ-૧૦૬(૧) હેઠળ જપ્ત કરી, આરોપીને BNSS કલમ-૩૫(૧)(ઇ) મુજબ અટકાયતમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.

25
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો