WAKANER:વાંકાનેરના પંચાસર ચોકડી પાસેથી ૪૦૦ લિટર દેશી દારૂ ભરેલી બોલેરો પીકઅપ ઝડપાઈ

WAKANER:વાંકાનેરના પંચાસર ચોકડી પાસેથી ૪૦૦ લિટર દેશી દારૂ ભરેલી બોલેરો પીકઅપ ઝડપાઈ

મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલની પ્રોહિબિશન અને જુગારની બદીઓ નાબૂદ કરવાની કડક સૂચના અન્વયે, નાયબ પોલીસ અધિક્ષક એસ. એચ. સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસ ટીમે જડેશ્વર રોડ પંચાસર ચોકડી પાસેથી મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેક્ટર જે. એસ. ગામીતના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા તથા કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ઝાલાને સંયુક્ત બાતમી મળી હતી કે, સફેદ રંગની મહિન્દ્રા બોલેરો પીકઅપ (GJ-03-BV-0042) દેશી દારૂનો મોટો જથ્થો ભરીને વાંકાનેર જડેશ્વર રોડ થઈ લીલાપર (મોરબી) તરફ જઈ રહી છે.

આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે પંચાસર ચોકડી પાસે વોચ ગોઠવી શંકાસ્પદ વાહનને આંતરી તપાસ કરતાં તેમાંથી ૪૦૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ, વાહન અને મોબાઈલ મળી કુલ ₹૪,૦૯,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી એક આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓ:નીતિનભાઈ ધીરૂભાઈ અગેચાણીયા (રહે. લીલાપર, પ્રકાશનગર સોસાયટી, મોરબી)એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર કબ્જે કરેલ મુદ્દામાલ: દેશી દારૂ: ૪૦૦ લિટર (કિંમત ₹૮૦,૦૦૦)

મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડી (GJ-03-BV-0042) (કિંમત ₹૩,૦૦,૦૦૦)મોબાઈલ ફોન (નંગ-૪) (કિંમત ₹૨૯,૦૦૦) કુલ મુદ્દામાલ: ₹૪,૦૯,૦૦૦/-કામગીરી કરનાર પોલીસ ટીમ:આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે. એસ. ગામીત, એ.એસ.આઈ. ધર્મેન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા તેમજ કોન્સ્ટેબલ દર્શિતભાઈ વ્યાસ, રાણીંગભાઈ ખવડ, હિતેન્દ્રસિંહ ઝાલા અને જગદીશભાઈ રંગપરા જોડાયેલા રહ્યા હતા.

25
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો