ઓગડ તાલુકાની થરા નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી યોજાઈ..
——————–
જેમાં પ્રમુખ તરીકે ડો.અશ્વિનીબેન કિરીટકુમાર ઠકકર અને ઉપપ્રમુખ જશીબેન સેમાભાઈ પટેલની વરણી કરાઈ..
——————-
ઓગડ તાલુકાની થરા નગર પાલિકાની ચુંટણી ૧૧ ઓકટોમ્બરે યોજાઈ હતી. જેનુ પરીણામ ૧૩ ઓકટોમ્બરે જાહેર થયુ હતુ. જેમાં ભાજપનો ૧૯ સીટો ઉપર જયારે કોગ્રેસનો ૫ સીટો ઉપર વિજય થતાં કોગ્રેસનો રકાસ નિકળી ગયો હતો.જેમાં ગત તા.૦૩/૧૧/૨૬ ના રોજ પાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખ પદની ચુંટણી થરા નગર પાલિકાના સભા ખંડમાં ચુંટણી અધિકારી કિશનદાન ગઢવીના અધ્યક્ષ સ્થાને,નગર પાલિકાના ચિફ ઓફીસર જીગ્નેશભાઈ બારોટ,થરા સ્ટેટ માજી રાજીવી એવમ પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત સાથે યોજાઈ હતી.જેમાં ભાજપના ૧૮ સભ્યો જયારે કોગ્રેસના ૫ સભ્યો હાજર રહ્યા હતા.અને ભાજપના ૧ સભ્ય ગેર હાજર રહ્યા હતા.આમ ભાજપ તરફી ૧૮ સભ્યોએ હાથ ઉંચો કર્યો હતો.જયારે કોગ્રેસ તરફી ૫ સભ્યોએ હાથ ઉંચા થતાં જેમાં ભાજપ તરફથી ડો. અશ્વિનીબેન કિરીટકુમાર ઠકકર ને મેન્ડેડ આપતાં અને એક માત્ર તેમનુ ફોર્મ રજુ થતાં તેમની પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી.જયારે ઉપ પ્રમુખ જશીબેન સેમાભાઈ પટેલની બિનહરીફ વરણી કરાઈ હતી.કારોબારી ચેરમેન ધવલકુમાર મંગળદાસ ઝવેરી,પક્ષના નેતા વિક્રમસિંહ બેચરસિંહ વાઘેલા,દંડક તરીકે યુવા નેતા વિજયકુમાર પરબતજી ઠાકોરની વરણી કરવામાં આવી હતી.આમ થરા નગર પાલિકામા ફરી એકવાર ભાજપે સતાનુ સુકાન સંભાળતાં શુભેચ્છકોએ મ્હોં-મિઠુ કરાવી ઢોલ નગારા અને ડી.જે.ના તાલે ફટાકડા ની આતશબાજી કરી વિજયોત્સવ મનાવ્યો હતો. આ પ્રસંગે માર્કેટ યાર્ડના વાઈસ ચેરમેન કિરીટભાઈ અખાણી,તાણા પૂર્વ સરપંચ ગીરીશભાઈ પટેલ,ખેડૂત અગ્રણી અણદાભાઈ સામતભાઈ ચૌધરી, નગર પાલિકા કારોબારી ચેરમેન રસિકભાઈ પ્રજાપતિ, “સરપંચ સંગઠન ગુજરાત પ્રદેશ”ના પ્રમુખ અરવિંદકુમાર ગોહિલ રતનપુરા (શિ.),કાંકરેજ તાલુકા ભાજપ મહામંત્રી અમરસિંહ સોલંકી,SC મોરચા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ પરમાર,કમલેશભાઈ શાહ,અતુલભાઈ શાહ, CV ઠાકોર,ડિરેક્ટર કલાકાર કલ્યાણ નિધિ ગુજરાત સરકારના ડિરેક્ટર દીપકભાઈ જોષી પૂર્વ કોર્પોરેટર રાયમલભાઈ પટેલ,થરા શહેર ભાજપ મહામંત્રી રાઘવેન્દ્ર જોષી, મુકેશભાઈ બુકોલીયા વકીલ, સોમાજી જગાણી તેમજ ભાજપના કાર્યકરો અને શુભેચ્છકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530











