રાજ્યકક્ષાના ‘જનજાતિ ગૌરવ દિવસ’ની ઉજવણી છોટાઉદેપુર ખાતે કરવામાં આવશે.

મુકેશ પરમાર,,,, નસવાડી

ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીના ઉપલક્ષ્યમાં આગામી તા. ૧૧ થી ૧૮ નવેમ્બર દરમિયાન રાજ્યભરમાં ‘જનજાતિ ગૌરવ દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે, આગામી તા. ૧૫મી નવેમ્બરે જનજાતિ ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં છોટાઉદેપુર ખાતે યોજાશે.

આ ઉજવણીના સુચારૂ સંચાલન અને આયોજન અંગે જિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીની વીસી ખંડ ખાતે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગી જૈન દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં યોજાનાર રાજ્યકક્ષાના કાર્યક્રમની પૂર્વતૈયારીઓ અને વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.

વધુમાં, આદિજાતિ સમાજનો ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા તેમજ સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી સમાજના અમૂલ્ય યોગદાનને રાજ્યના છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે વિવિધ રચનાત્મક કાર્યક્રમો યોજવા પર બેઠકમાં વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઓમકાર શિંદે, પોલીસ અધિક્ષકશ્રી ઈમ્તિયાઝ શેખ, ડીસીએફશ્રી રૂપક સોલંકી, મદદનીશ કલેક્ટરશ્રી મુસ્કાન ડાગર, નિવાસી અધિક કલેક્ટરશ્રી શૈલેશ ગોકલાણી સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

60
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો