WAKANER વાંકાનેર કોર્ટના સજા વોરંટમાં દોઢ વર્ષથી ફરાર આરોપીને વાંકાનેર સિટી પોલીસે ઝડપી લીધો

મોરબી એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ઇશ્યૂ કરાયેલા સજા વોરંટ અને નોન-બેલેબલ વોરંટના કામે ધરપકડ ટાળવા છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને વાંકાનેર સિટી પોલીસે ઝડપી પાડ્યો છે.

વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ સફળ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસને બાતમી મળી હતી કે, કોર્ટમાંથી સજા વોરંટ ધરાવતો આરોપી હાલ વાંકાનેરની ભાટિયા સોસાયટી ખાતે હાજર છે. બાતમીના સ્થળે પહોંચી પોલીસે આરોપી કેતનભાઈ હિંમતભાઈ પરમાર (રહે. તમ્મા ક્રિએશન, પટેલ ડ્રગ્સની બાજુમાં, વિશ્વપ્રેમી ફરસાણ સામેની ગલી, અલંકાર ટોકીઝ પાસે, સુરેન્દ્રનગર)ને ઝડપી લીધો હતો.
પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે.










