દાહોદ સબ જેલમાં ગૃહ વિભાગના રાજ્યવ્યાપી”સેવા સંકલ્પ અભિયાન”ની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ તેમજ સાફ સફાઇ/સ્વચ્છ્તા અભિયાન નો કાર્યક્રમ યોજાયો

તા.૨૧.૦૯.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ સબ જેલમાં ગૃહ વિભાગના રાજ્યવ્યાપી”સેવા સંકલ્પ અભિયાન”ની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ તેમજ સાફ સફાઇ/સ્વચ્છ્તા અભિયાન નો કાર્યક્રમ યોજાયો

જેલોના પોલીસ મહાનિદેશક ડૉ. કે.એલ.એન. રાવ સાહેબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક (જેલ) આર.પી. બારોટ સાહેબ તથા વડોદરા ઝોનના નાયબ પોલીસ મહાનિરીક્ષક (જેલ) શ્રી સરોજકુમારી સાહેબના માર્ગદર્શન અને સૂચના અનુસાર આજે ગૃહવિભાગના રાજ્યવ્યાપી “સેવા સંકલ્પ અભિયાન”ની ઉજવણીના ભાગરૂપે દાહોદ સબ જેલ ખાતે વૃક્ષારોપણ સાફ સફાઇ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આજ રોજ તા-૨૧-૦૮-૨૦૨૬ના રોજ ગૃહવિભાગના રાજ્યવ્યાપી “સેવા સંકલ્પ અભિયાન”ની ઉજવણીના ભાગરુપે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ગરબાડાના લોક-લાડીલા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, ડોકી ગ્રામ પંચાયતના સરપંચ પીઠાભાઈ મડીયાભાઈ બારીયાનાઓની ઉપસ્થિતીમાં જેલની ઇન સાઇડ અને જેલના પ્રિમાઈસ એરીયામાં ઉત્સાહભેર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંદેશ સાથે જેલ પરિસરમાં વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓ વાવવામાં આવ્યા હતા.”સેવા સંકલ્પ અભિયાન”આ સંકલ્પને આગળ વધારતા આજના દિવસે જેલના બંદિવાનો દ્વારા આશરે ૨૦૦ જેટલા વૃક્ષોના રોપાઓ વાવવામાં આવ્યા છે જેલ પ્રશાસન દ્વારા આવા “સેવા સંકલ્પ અભિયાન”ની ઉજવણી અને રચનાત્મક પ્રવૃત્તિઓના આયોજનનો હેતુ બંદિવાનોમાં સકારાત્મક વિચારસરણી, સહભાગિતા, ભાઈચારો તથા માનસિક પ્રસન્નતા વધારવાનો છે. ગૃહવિભાગના રાજ્યવ્યાપી “સેવા સંકલ્પ અભિયાન”ની ઉજવણી બંદિવાનો માટે આનંદ અને ઉત્સાહનો યાદગાર પ્રસંગ બની રહે તેવા હેતુથી અત્રેની જેલના પ્રિમાઈસ ભાગમાં વ્રુક્ષારોપણ તેમજ જેલના પરિષદમાં અધિક્ષક તેમજ કર્મચારીઓ અને બંદિવાનો દ્વારા સાફ સફાઇ કરવામાં આવી હતી,પર્યાવરણ જાગૃતિ સાથે કુટુંબપ્રેમ, સામાજિક જવાબદારી અને પ્રકૃતિ પ્રત્યેની સંવેદનાને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે.આ સમગ્ર કાર્યક્રમ જેલ અધિકારીઓ, કર્મચારીઓ તથા બંદિવાનોના સહકારથી હર્ષોલ્લાસપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો