મુકેશ પરમાર,, નસવાડી

વડનગરથી વારાણસી સુધી નીકળેલી ‘સેવા સંકલ્પ’ બાઈક યાત્રાનું છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાઈક રેલી સાથે નસવાડી પહોંચેલા રાજ્યસભા સાંસદ ડો. મુકેશભાઈ રાઠવાનું ભાજપના આગેવાનો, કાર્યકરો અને યુવાનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું.આ પ્રસંગે ડો. મુકેશભાઈ રાઠવાએ યુવાનોને સંબોધતા યુવા શક્તિને રાષ્ટ્રનિર્માણના કાર્ય સાથે જોડાવા આહવાન કર્યું હતું. તેમણે સેવા, સંકલ્પ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને મજબૂત બનાવી દેશના વિકાસમાં યુવાનોની સક્રિય ભાગીદારી જરૂરી હોવાનું જણાવ્યું હતું.જયારે નસવાડી ખાતે યોજાયેલી બાઈક રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. **‘યુવા શક્તિ–રાષ્ટ્ર નિર્માણ’**ના સંદેશ સાથે યોજાયેલી આ રેલીથી સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.રેલીના સ્વાગત પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ ભીલ, જિલ્લા-તાલુકા ભાજપ મહામંત્રી ચેતન મેવાસી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ ભીલ, જિલ્લા ઉપપ્રમુખ દિલીપભાઈ, જિલ્લા આદિવાસી મોરચાના પ્રમુખ અરવિંદભાઈ, જિલ્લા આદિવાસી મોરચાના મંત્રી મહેશભાઈ ભીલ, મીડિયા સેલ સહ-કન્વીનર અલકેશ તડવી સહિત તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.








