આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે સ્વ.માનસિંહભાઈ પૃથ્વીરાજ પટેલની 56 મી પુણ્યતિથિ નિમિતે સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાયો

30 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ,વિસનગર ખાતે તારીખ- 30/9/2026 ના રોજ ઉત્તર ગુજરાતના શ્વેત ક્રાંતિના પ્રણેતા અને મહેસાણા જિલ્લાને આગવી ઓળખ અપાવનાર દૂધ સાગર ડેરીના આદ્યસ્થાપક તથા આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરના આર્ષદ્રષ્ટા સ્વ.માનસિંહભાઈ પૃથ્વીરાજ પટેલની 56 મી પુણ્યતિથિ નિમિત્તે ભાવપૂર્ણ સ્મરણાંજલિ કાર્યક્રમ સંપન્ન થયો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મા.શ્રી હરિભાઈ પટેલ (સાંસદ સભ્યશ્રી, મહેસાણા), અતિથિ વિશેષ મા.શ્રી મહારાણા વિજેન્દ્રસિંહજી (સુદાસણા સ્ટેટ તથા પ્રોફેસર, આર્ટ્સ કોલેજ, સતલાસણા), અને અન્ય મહાનુભાવોમાં મોઘજીભાઈ ચૌધરી (પૂર્વ વાઈસ ચેરમેન, દૂધસાગર ડેરી, મહેસાણા) શ્રીમતિ દુર્ગાબેન ચૌધરી- બાયડ (પ્રમુખ,મહિલા મોરચો, અર્બુદા સેવા સમિતિ), દાતાશ્રી જેસંગભાઈ ચૌધરી (ચરાડા), રામજીભાઈ ચૌધરી (ચેરમેનશ્રી, જમીન વિકાસ બેન્ક) દિલુભાઈ આંજણા (પ્રમુખશ્રી, આંજણા યુવક મંડળ, ગુજરાત રાજ્ય) તથા કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ, સમાજના શ્રેષ્ઠીશ્રીઓ, દાતાશ્રીઓ, વડીલો, અને વિદ્યાર્થીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌ પ્રથમ મહાનુભાવોએ સ્વ. માનસિંહભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પુષ્પાંજલિ અર્પી હતી. ત્યારબાદ મહાનુભાવો પ્રાર્થના હોલમાં આયોજિત સ્મરણાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા હતા. જ્યાં કાર્યક્રમની શુભ શરૂઆત શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી. કેળવણી મંડળના મંત્રીશ્રીડૉ.વી.વી.ચૌધરીએ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરી તેમના વ્યક્તિત્વની સુવાસનો પરિચય આપ્યો હતો. તથા કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ દ્વારા મહેમાનશ્રીઓનું બુકે અને સાલથી સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. શાળાની બાલિકાઓ દ્વારા “કાચી રે માટીનું કોડિયું આ કાયા” ભજન રજૂ કરી વાતાવરણને ભાવપૂર્ણ બનાવી દીધું હતું.
પ્રાસંગિક પ્રવચનમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલ મા.શ્રી હરિભાઈ પટેલ (સાંસદ સભ્યશ્રી, મહેસાણા) એ સ્વ.માનસિંહભાઈના પ્રતિભાશાળી વ્યક્તિત્વને યાદ કરી દૂધસાગર ડેરીની સ્થાપના વડે પશુપાલકોના જીવનને સમૃદ્ધ કરવા માટે અને શિક્ષણ થકી સમાજની ઉચ્ચતમ પ્રગતિ સાધવા કરેલ અથાગ પ્રયત્નો તથા તેમના ઉદાર, પરોપકારી અને દીર્ઘદ્રષ્ટિવાન જીવનને વાચા આપી શ્રદ્ધાંજલિ અર્પી હતી. અતિથિ વિશેષ મા.શ્રી મહારાણા વિજેન્દ્રસિંહજી એ સ્વ.માનસિંહભાઈના પ્રેરણાદાયી જીવનને યાદ કરીને પશુપાલકો અને ગ્રામીણ જીવનના “સાચા ભાગ્યવિધાતા” એ ઉક્તિને સાર્થક કરતું પ્રાસંગિક પ્રવચન આપી શ્રદ્ધાંજલિ અર્પી હતી. અન્ય મહાનુભાવોમાં મોંઘજીભાઈ ચૌધરી, શ્રીમતિ દુર્ગાબેન ચૌધરી તથા કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી અને શિક્ષણ સમિતિના પ્રમુખશ્રી ડૉ. સુરેશભાઈ ચૌધરી વગેરેએ સ્વ.માનસિંહભાઈ પટેલના “સહકારથી સમૃદ્ધિ અને શ્વેતક્રાંતિથી મહિલાઓ અને પશુપાલકોને આત્મનિર્ભર બનાવવા માટે તથા શિક્ષણ ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાનને” યાદ કરી ભાવાંજલિ અર્પી હતી.અંતમાં આભાર વિધિ મંત્રીશ્રી જે.ડી.ચૌધરીએ કરી હતી. આમ સમગ્ર કાર્યક્રમ ભાવપૂર્ણ અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો