ઓગડ તાલુકાના તાણામાં શ્રી ગોકુળીયા ગોગા મહારાજનો તૃતીય પાટોત્સવની ઉજવણી કરાઈ..

ઓગડ તાલુકાના તાણામાં શ્રી ગોકુળીયા ગોગા મહારાજનો તૃતીય પાટોત્સવની ઉજવણી કરાઈ..

ઓગડ તાલુકામા આવેલ ઘેઘૂર વડના નામે પ્રખ્યાત તાણા ગામે ઐતિહાસિક શ્રી ચામુંડા માતાજીનુ મંદિર આવેલ છે.મંદિરની સાનિધ્ય માં આવેલ ગોકુળ નગર સોસાયટીમાં બિરાજમાન શ્રી ગોકુળીયા ગોગા મહારાજના મંદિરે તૃતીય પાટોત્સવ નિમિત્તે આજ રોજ આસોસુદ ચૌદસને રવિવાર તા.૨૫/૧૦/૨૦૨૬ ના રોજ ઠક્કર ચંપકલાલ ઈશ્વરલાલ ના યજમાન પદે શાસ્ત્રી જયંતીભાઈ જોષી, શાસ્ત્રી બકાલાલ પંચોલી ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાંર સાથે યજ્ઞ યોજાયો હતો.બપોરે ૧૨.૩૯ કલાકે ચૌધરી માનસુંગભાઈ મંજીભાઈ જાખેલ ના વરદ હસ્તે ધ્વજા રોહણ કરવામાં આવેલ, દરજી કાંતિભાઈ વિઠ્ઠલભાઈ ના હસ્તે આરતી ઉતારવામાં આવેલ. ફુલહાર તથા પ્રસાદ નો લાભ ઠક્કર મનોજકુમાર નટવરલાલે લીધો હતો. ભોજન પ્રસાદ પટેલ અમૃતલાલ શંકરલાલ સોમનાથ મસાલા ભંડાર તરફથી આપવામાં આવેલ. આ અવસરે APMC થરાના ચેરમેન ઈશ્વરભાઈ ચૌધરી, વાઈસ ચેરમેન કિરીટભાઈ અખાણી પટેલ,તાણા ગામ ના પૂર્વ સરપંચ ગીરીશભાઈ પટેલ,દશરથભાઈ ઠક્કર, ગણપતગીરી ગૌસ્વામી, નટુભાઈ પ્રજાપતિ સહીત પધારનાર દરેક મહેમાનોનું વિજયભાઈ ટેસ્ટી, નિરંજનભાઈ ઠક્કર,રાજુ ઠક્કર લાટી,ઉમેશભાઈ પ્રજાપતિ,કનક ખત્રી, દશરથભાઈ ખત્રી કુળદેવી કોમ્પ્યુટર થરા સહીત દરેક આયોજકોએ શ્રીગોગા મહારાજની શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. બપોરે ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો