“નવજીવન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી અલશિફા હોસ્પિટલ ખાતે કેમ્પ યોજાયો” થરાદમાં 70 બાળકોની રીંગવાળી ખતના રાહતદરે કરાઈ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

નવજીવન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ થરાદના સહયોગથી આજરોજ તારીખ 25-10-2026 ના રોજ અલશિફા હોસ્પિટલ ખાતે રીંગવાળી ખત્ના નો કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમા કુલ 70 બાળકોને રીંગવાળી ખન્તા રાહતદરે કરી આપવામાં આવી હતી.

 

*જેમા નવજીવન એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ થરાદ દ્વારા અવારનવાર આયોજનો કરવામાં આવી રહ્યાં છે*

 

*જેમાં અમદાવાદના અનુભવી ડોક્ટરો દ્વારા રીંગવાળી ખન્તા કરવામાં આવી હતી, જેમાં ડોકટર તૌસીફ મસી, ડોકટર યાસીન પટેલ, ડોકટર શોએબ એહમદ બરોડાવાળા, તૌફીક મેમણ અને થરાદ અલશિફા હોસ્પિટલના તમામ સ્ટાફ ગણ આ કેમ્પ મા ઉપસ્થિત રહ્યાં હતાં*

 

*જેમા નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ એજ્યુકેશનના પ્રમુખ શ્રી હાજીભાઈ જે પઠાણ તથા ઉપ પ્રમુખ વસિમખાન પઠાણ તથા હારૂનભાઈ સમેજા, ઝાકિર ભાઈ પઠાણ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ યુવાનો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો*

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો