અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ખોડંબા ગામે નવરાત્રિ મહોત્સવમાં રાજ્યકક્ષાના મંત્રી પી.સી. બરંડાએ માતાજીની આરતીનો લાભ લીધો.
શામળાજી તાલુકાના ખોડંબા ગામે ભક્તિમય માહોલમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી

શામળાજી તાલુકાના ખોડંબા ગામે નવરાત્રિ મહોત્સવની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી પી.સી. બરંડા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માતાજીનાં દર્શન કરી આરતીનો લાભ લીધો હતો અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
નવરાત્રિના આ પાવન પર્વે માતાજીના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદ બની રહે તેમજ સમગ્ર વિસ્તારની પ્રગતિ, એકતા અને સર્વાંગી કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.આ ધાર્મિક પ્રસંગે શામળાજી તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા ગીરીશભાઈ પટેલ સહિત ગામના આગેવાનો, શ્રદ્ધાળુઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ભક્તિભાવપૂર્વક માતાજીની આરાધના કરી નવરાત્રિ મહોત્સવમાં સહભાગી બની ધાર્મિક ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ સર્જ્યો હતો.










