તહેવારો ટાણે સુરેન્દ્રનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલ આંખ: 25 પેઢીઓ પર દરોડા, 50 કિલો અખાદ્ય જથ્થાનો નાશ

તા.21/10/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

સુરેન્દ્રનગર: આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રજાના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે લાલ આંખ કરીને ફૂડ સેફ્ટી ઓફિસર્સની અલગ- અલગ ટુકડીઓએ જિલ્લાભરમાં વ્યાપક તપાસ હાથ ધરી છે. તપાસ ઝુંબેશ દરમિયાન મીઠાઈ, ફરસાણની દુકાનો તેમજ ડેરીઓ સહિત કુલ 25 જેટલી વેપારી પેઢીઓ પર અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ફૂડ વિભાગની ટીમે શંકાસ્પદ ખાદ્યપદાર્થો, મીઠાઈઓ, વિવિધ પ્રકારનું ફરસાણ અને ખાદ્ય તેલ સહિત કુલ 42 જેટલા વિવિધ નમૂનાઓ સીલ કરીને મેળવ્યા છે. આ તમામ નમૂનાઓને ગુણવત્તાની વધુ ચકાસણી અને પૃથ્થકરણ અર્થે સરકારી લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. દરોડા દરમિયાન જે સ્થળો પર માનવ આરોગ્ય માટે હાનિકારક અને બિનઆરોગ્યપ્રદ ખાદ્યસામગ્રી જોવા મળી હતી, તેવા આશરે 50 કિલોગ્રામ જેટલા અખાદ્ય જથ્થાને સ્થળ પર જ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જાહેર આરોગ્યની સલામતી અર્થે આ જથ્થાનો તંત્ર દ્વારા યોગ્ય પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની આ સરપ્રાઇઝ કામગીરીને પગલે ભેળસેળિયા અને નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારી વર્ગમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જિલ્લા તંત્રની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, નાગરિકોને શુદ્ધ અને સાત્વિક આહાર મળી રહે તે માટે આગામી તહેવારોના દિવસોમાં પણ આવી સઘન તપાસ અને દરોડાની ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો