કામરેજના વિકાસને નવી ગતિ: ઉમા કોમ્પ્લેક્સથી વાવ કેનાલ રોડનું કામ પ્રગતિના પંથે

સુરત : કામરેજને વિકાસની નવી દિશા અને નવી રોનક તરફ લઈ જવાના પ્રયાસો અંતર્ગત કામરેજ ઉમા કોમ્પ્લેક્સથી વાવ કેનાલ રોડ સુધીના માર્ગનું કામ પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. આ માર્ગનું કામ પૂર્ણ થતાં સ્થાનિક રહેવાસીઓ સહિત વાહનચાલકોને અવરજવરમાં વધુ સુવિધા મળવાની આશા છે. કામરેજના માળખાગત વિકાસને વેગ આપવા માટે કામરેજ-158 વિધાનસભાના ધારાસભ્ય તેમજ આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસુરીયા ના માર્ગદર્શન હેઠળ કામરેજ વધી રહ્યું છે એક નવા વિકાસ તરફ સાથે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સમીરભાઈ મોદી, કામરેજ જિલ્લા પંચાયતના સદસ્યશ્રી મહેશભાઈ સોલંકી તેમજ કામરેજ ગ્રામ પંચાયતનાં સરપંચ કિંજલબેન શાહ અને ડેપ્યુટી સરપંચ ભુપેન્દ્રભાઈ ઓઝા સાથે કામરેજ પંચાયતના સભ્યો વિપુલભાઈ પ્રાણવેરાગી તેમજ મોહનભાઈ ચોસલાદ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે.

 

રસ્તાનું કામ શરૂ થયા બાદ પણ કામગીરીની ગુણવત્તા જળવાઈ રહે અને કોઈપણ તબક્કે બાંધકામમાં કચાશ ન રહી જાય તે માટે જિલ્લા પંચાયતના સદસ્યશ્રી મહેશભાઈ સોલંકી સતત સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. વિકાસનાં કામો માત્ર કાગળ પર નહીં, પરંતુ લોકોની સુવિધા અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે દિશામાં તેઓ સતત પ્રયત્નશીલ છે.

 

લોકોની સમસ્યાઓને પોતાની સમસ્યા સમજીને તેમની સાથે ખભેખભો મિલાવીને ઊભા રહેવાની કાર્યશૈલીને કારણે મહેશભાઈ સોલંકી સ્થાનિક લોકોની વચ્ચે લોકપ્રિયતા મેળવી રહ્યા છે. જાહેર સુવિધાઓમાં સુધારો થાય અને નાગરિકોને રોજિંદા જીવનમાં પડતી મુશ્કેલીઓ ઓછી થાય તેવા અભિગમ સાથે તેઓ વિકાસનાં કામો પર નજર રાખી રહ્યા છે.

 

કામરેજમાં માર્ગ સહિતની માળખાગત સુવિધાઓનો વિકાસ વિસ્તારની પ્રગતિ માટે મહત્ત્વપૂર્ણ છે. ઉમા કોમ્પ્લેક્સથી વાવ કેનાલ રોડ સુધીનું આ કામ સમયસર અને ગુણવત્તા સાથે પૂર્ણ થાય તો સ્થાનિક નાગરિકોને રાહત મળવાની સાથે કામરેજના વિકાસને પણ નવી ગતિ મળી શકે છે. હવે સ્થાનિક રહેવાસીઓની નજર આ માર્ગનું કામ ગુણવત્તાસભર રીતે પૂર્ણ થવાની રાહ પર છે.

 

રિપોટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો