આઈ.ટી.આઈ. જૂનાગઢ ખાતે નશામુક્તિ જાગૃતિ સેમિનાર યોજાયો

ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.), જૂનાગઢ ખાતે આચાર્ય શ્રી ભગીરથસિંહ જાળીયા  તથા આચાર્ય શ્રી પ્રિયેશ વાળાના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસના એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (A.N.T.F.), સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલવે, રાજકોટ વિભાગ, જૂનાગઢના સહયોગથી તાલીમાર્થીઓ માટે નશામુક્તિ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભવનાથ, જૂનાગઢ સ્થિત સી.આઈ.ડી. કચેરીના A.N.T.F.ના શ્રી એલ. એ. ભુતિયા દ્વારા તાલીમાર્થીઓને નશીલા પદાર્થોના દુષ્પ્રભાવ અને વ્યસનમુક્ત જીવનના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેમિનાર દરમિયાન નશીલા પદાર્થોના સેવનથી વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય, પારિવારિક જીવન તથા સમાજ પર થતી પ્રતિકૂળ અસરો અંગે સમજ આપવામાં આવી હતી. યુવાનોને વ્યસનથી દૂર રહેવા, જીવનમાં સકારાત્મક અભિગમ અપનાવવા અને પોતાના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે જાગૃત રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આઈ.ટી.આઈ. જૂનાગઢના તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આવા જાગૃતિ કાર્યક્રમો દ્વારા યુવાનોમાં નશામુક્તિ અંગે જાગૃતિ વધે અને સ્વસ્થ, સશક્ત તથા વ્યસનમુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવાની પ્રેરણા મળે તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે તાલીમાર્થીઓને નશીલા પદાર્થોથી દૂર રહેવા અને અન્ય લોકોને પણ વ્યસનમુક્ત જીવન જીવવા માટે પ્રેરિત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો