આણંદમાં ₹2.50 લાખની ઇકો કાર ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપીને અમદાવાદથી ઝડપી પાડતી આણંદ ટાઉન પોલીસ

આણંદમાં ₹2.50 લાખની ઇકો કાર ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપીને અમદાવાદથી ઝડપી પાડતી આણંદ ટાઉન પોલીસ

તાહિર મેમણ – આણંદ – 21/10/2026 – આણંદ શહેરમાં ઇકો કાર ચોરીના બનાવનો ભેદ ઉકેલવામાં આણંદ ટાઉન પોલીસને સફળતા મળી છે. પોલીસે સર્વેલન્સ સ્ક્વોડની મદદથી ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડી ચોરીમાં ગયેલી આશરે રૂપિયા 2.50 લાખની મારુતિ સુઝુકી ઇકો કાર કબજે કરી છે. આ કામગીરીથી વાહનચોરીના ગુનાઓને અંજામ આપતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ શહેરના ધંધો-કેટરિંગ સાથે સંકળાયેલા ફરિયાદીએ પોતાની મારુતિ સુઝુકી ઇકો કાર નંબર GJ-04-DA-8707 આણંદ હોમિયોપેથિક હોસ્પિટલની કેન્ટીન સામે પાર્ક કરી હતી. દરમિયાન અજાણ્યા શખ્સે કારની ચોરી કરી ફરાર થઈ જતાં આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

 

આ બનાવને ગંભીરતાથી લઈ પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ આણંદ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસની સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા ટેકનિકલ માહિતી, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

 

સીસીટીવી અને ટેકનિકલ તપાસથી આરોપી સુધી પહોંચી પોલીસ

 

આણંદ ટાઉન પોલીસની સર્વેલન્સ ટીમે વિવિધ વિસ્તારોના સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. સાથે જ ખાનગી બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે તપાસ આગળ વધારવામાં આવી હતી.

 

તપાસ દરમિયાન ચોરીમાં સંડોવાયેલા આરોપીનું પગેરું અમદાવાદ સુધી પહોંચતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

₹3.25 લાખની ઇકો કાર સહિત મુદ્દામાલ કબજે

 

પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલી મારુતિ સુઝુકી ઇકો કાર નંબર GJ-04-DA-8707, જેની અંદાજિત કિંમત રૂપિયા 2.50.000છે, તે કબજે કરી છે.

 

આ ઉપરાંત આરોપી પાસેથી એક મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

 

આરોપી સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા

 

પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપી સામે અગાઉ પણ વાહનચોરી સહિતના વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા પોલીસ મથકોમાં આરોપી વિરુદ્ધ ગુનાઓ નોંધાયેલા હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે.

 

આણંદ ટાઉન પોલીસની સર્વેલન્સ સ્ક્વોડે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ તપાસ અને બાતમીદારોની મદદથી ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

 

આણંદ ટાઉન પોલીસની આ કામગીરી વાહનચોરીના ગુનાઓની તપાસમાં મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો