જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢજિલ્લા કલેકટરશ્રી યોગેશ ચૌધરીની અધ્યક્ષતા હેઠળ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન જિલ્લા સ્વાગતમાં રજૂ થયેલી અરજીઓ અંગે અરજદારોના પ્રશ્નો રૂબરૂ સાંભળી, તેમના પ્રશ્નોના ત્વરિત અને અસરકારક નિવારણ માટે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં બિનઅધિકૃત દબાણ દૂર કરવા, જાહેર રસ્તો ખુલ્લો કરાવવા, પ્રદુષણ, પાણીના કનેક્શન સહિતના વિવિધ પ્રશ્નો અંગે અરજીઓ રજૂ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ અરજદારોની હાજરીમાં સંબંધિત અધિકારીઓ પાસેથી અરજીઓની સ્થિતિ અને કાર્યવાહી અંગે વિગતો મેળવી નાગરિકોના પ્રશ્નોના નિરાકરણમાં સંવેદનશીલતા જાળવી અરજદારોને યોગ્ય અને ઝડપી પ્રતિસાદ મળે તે માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા અને પ્રશ્નોનો ત્વરિત નિકાલ લાવવા સંલગ્ન વિભાગોને સૂચના આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી જયંતસિંહ રાઠૌર, જિલ્લા પોલીસ વડાશ્રી સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેક્ટરશ્રી બી.એસ.બારડ, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ સંલગ્ન વિભાગોના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો