જૂનાગઢમાં તા.૨૨ ઓક્ટોબરથી સ્વદેશી મેળા-૨૦૨૬નો પ્રારંભ, સખી મંડળની બહેનો અને સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવા આયોજન

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા તેમજ સખી મંડળની બહેનોને તેમના ઉત્પાદનોના વેચાણ માટે બજાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી સ્વદેશી મેળા-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનો પ્રારંભ તા.૨૨ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સાંજે ૬ કલાકે શહેરના આઝાદ ચોક ખાતેના એ.જી. સ્કૂલ મેદાનમાં કરવામાં આવશે.જૂનાગઢ શોપિંગ ફેસ્ટિવલ અંતર્ગત યોજાનારા આ સ્વદેશી મેળામાં સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત વિવિધ ચીજવસ્તુઓ સહિત અન્ય સ્વદેશી ઉત્પાદનોના વિવિધ સ્ટોલ ઉપલબ્ધ રહેશે. મેળામાં મુલાકાતીઓ સ્થાનિક સ્તરે ઉત્પાદિત વિવિધ વસ્તુઓની ખરીદી કરી શકશે તેમજ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપી શકશે.તા.૨ નવેમ્બર સુધી ચાલનારા આ મેળામાં ગેમ ઝોન તથા વિવિધ ખાણીપીણીના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે. ઉપરાંત, મેળા દરમિયાન દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જે મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. જૂનાગઢના નાગરિકોને સ્વદેશી ઉત્પાદનોની ખરીદી કરી સ્થાનિક કારીગરો, મહિલા સ્વસહાય જૂથો અને નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા તેમજ મેળાની મુલાકાત લેવા માટે મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો