આયુર્વેદિક પંચકર્મનું પરિણામ :  બેસી પણ ન શકતા જૂનાગઢના કિશનભાઇ ટાંકની આજે ૨૦ કિ.મી. ચાલવાની ક્ષમતા

જૂનાગઢની સરકારી આયુર્વેદિક મહાવિદ્યાલયની પંચકર્મ સારવારથી દર્દીના જીવનમાં હકારાત્મક પરિવર્તન આવ્યું  છે.  જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા ૫૨ વર્ષીય કિશનભાઈ ટાંકને  ત્રણ વર્ષ પહેલાં ગોાળા  (હિપ જોઈન્ટ)ની ગંભીર તકલીફથી પીડાતા હતા. તેમના જણાવ્યા અનુસાર, હિપના સાંધામાં ઘસારો વધતાં ઊભા રહેવું, ચાલવું, સીડી ચડવી તેમજ પલાંઠી વાળીને બેસવું પણ મુશ્કેલ બન્યું હતું. ખાનગી હોસ્પિટલના તબીબોએ તેમને હિપ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવાની સલાહ આપી હતી. આ પરિસ્થિતિમાં કિશનભાઈએ સૌપ્રથમ ઉના આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર માટે સંપર્ક કર્યો હતો. ત્યાંથી તેમને વધુ સારવાર માટે જૂનાગઢની સરકારી આયુર્વેદિક મહાવિદ્યાલયના પંચકર્મ વિભાગમાં જવા માટે માર્ગદર્શન મળ્યું હતું. ત્યારબાદ તેમણે પંચકર્મ વિભાગમાં ડૉ. વૈધ ક્રિષ્ના  થાનકીના માર્ગદર્શન હેઠળ સારવાર લીધી હતી. કિશનભાઈના જણાવ્યા અનુસાર, તેમણે સારવાર દરમિયાન તેલમાલિશ, વિરેચન અને બસ્તી જેવી પંચકર્મ પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેઓ ૨૮ દિવસ હોસ્પિટલમાં દાખલ રહી સારવાર મેળવી હતી. આ સમગ્ર સારવાર તેમને નિઃશુલ્ક આપવામાં આવી હતી. કિશનભાઈ ટાંકના જણાવ્યા અનુસાર, સારવાર પહેલાં તેમની શારીરિક હલનચલન ખૂબ જ મર્યાદિત થઈ ગઈ હતી અને રોજિંદાં સામાન્ય કામકાજ કરવામાં પણ મુશ્કેલી પડતી હતી. જ્યારે આજે તેઓ આશરે ૨૦ કિલોમીટર સુધી ચાલી શકે છે, સીડી ચડી શકે છે અને પાંચ કલાક સુધી પલાંઠી વાળીને બેસી શકે છે. તેમના જણાવ્યા મુજબ, હવે તેમને ઊભા રહેવામાં પણ તકલીફ પડતી નથી અને હાલમાં તેઓ કોઈ દવા પણ લઈ રહ્યા નથી. કિશનભાઈ એ જૂનાગઢની સરકારી આયુર્વેદિક મહાવિદ્યાલયના પંચકર્મ વિભાગના ડૉ.વૈધ ક્રિષ્ના થાનકીના તથા સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો છે. યોગ્ય માર્ગદર્શન, સારવાર દરમિયાન મળેલી સંભાળ અને નિઃશુલ્ક સારવારથી તેમને ખૂબ મદદ મળી હોવાનું તેમણે જણાવ્યું હતું.  નિયામકશ્રી આયુષની કચેરીના માર્ગદર્શન હેઠળ અને પ્રિન્સિપલ સિદ્ધેશ પંડ્યાના નેતૃત્વમાં જૂનાગઢ સ્થિત સરકારી આયુર્વેદિક મહાવિદ્યાલયના પંચકર્મ વિભાગ દ્વારા દર્દીઓને  શ્રેષ્ઠ  સેવા સુરૃષા  નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. વિભાગના અધ્યક્ષ ડૉ. પવન શર્માના જણાવ્યા મુજબ, આ સેન્ટરમાં દર્દીઓની આયુર્વેદિક પદ્ધતિથી ગુણવત્તાસભર સારવાર કરવાની સાથે વિદ્યાર્થીઓને વ્યવહારુ (પ્રેક્ટિકલ) તાલીમ પણ આપવામા આવે છે. આયુર્વેદમાં પંચકર્મ એ મુખ્યત્વે શરીરની અંદરથી સફાઈ કરતી ‘શોધન થેરેપી’ ગણાય છે, જેમાં વમન, વિરેચન, બસ્તી, નશ્ય અને રક્તમોક્ષણ જેવા પાંચ મુખ્ય કર્મોનો સમાવેશ થાય છે. આયુર્વેદમાં વાત (દુખાવો), પિત્ત (બળતરા) અને કફની સમતુલાને સ્વાસ્થ્યનો આધાર માનવામાં આવે છે. પંચકર્મ માત્ર રોગીઓ માટે જ નહીં પરંતુ સ્વસ્થ વ્યક્તિઓ પણ નિરોગી રહેવા માટે ઋતુ અનુસાર કરાવી શકે છે. જેમાં વસંત ઋતુમાં કફ નિવારણ માટે વમન, શરદ ઋતુમાં પિત્ત શમન માટે વિરેચન અને વર્ષા ઋતુમાં વાત દોષ દૂર કરવા બસ્તીકર્મ કરવામાં આવે છે. આ પંચકર્મ વિભાગમાં પક્ષાઘાત (પેરાલિસિસ), ન્યુરો-મસ્ક્યુલર બીમારીઓ, સોરાયસીસ, ખરજવું તથા દાદર જેવા ચામડીના રોગો, આમવાત (RA), સંધિવા અને સાંધાના દુખાવાની સફળ સારવાર કરાય છે. તેમજ દક્ષિણ ભારતની સુપ્રસિદ્ધ થેરેપીઓ જેવી કે પત્રપિંડ સ્વેદ, શિરોધારા અને બસ્તી પણ ઉપલબ્ધ છે  ખાસ કરીને, Avascular Necrosis (AVN – થાપાના સાંધાનો ઘસારો કે હાડકું સુકાઈ જવું) જેવી જટિલ બીમારીમાં આ વિભાગે અદ્ભુત પરિણામો મેળવ્યા છે. છેલ્લા ૩-૪ વર્ષથી દર વર્ષે ૪૦ થી ૫૦ દર્દીઓ AVN ની સારવારનો લાભ લઈ રહ્યા છે. જ્યાં ક્ષીર બસ્તિ, માત્રા બસ્તિ, અભ્યંગ અને વિરેચનથી લોહીનું પરિભ્રમણ સુધારીને દર્દીઓનું લંગડાપણું દૂર કરવામાં આવ્યું છે અને ઘણા દર્દીઓને ટોટલ હિપ રિપ્લેસમેન્ટ જેવી મોંઘી સર્જરીમાંથી મુક્તિ મળી છે. હાલમાં દર વર્ષે આશરે ૩૦,૦૦૦ જેટલા દર્દીઓ આ ઓપીડીનો લાભ લે છે. પંચકર્મ વિભાગના અધ્યક્ષ વૈધ પવન શર્મા, વૈધ જયેશ ઓડેદરા, વૈધ ક્રિષ્ના થાનકી,વૈધ અભીન અગ્રાવત અને  વૈધ બીના વંશ સહિતના  નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા દર્દીઓને પક્ષાઘાત, ચામડીના રોગો અને લાઈફસ્ટાઈલ સંબંધિત જટિલ બીમારીઓમાં સંપૂર્ણ નિઃશુલ્ક પંચકર્મ સારવાર પૂરી પાડવામાં આવે છે.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો