સખી” વન સ્ટોપ સેન્ટર – જૂનાગઢ દ્રારા  ભૂલા પડેલ મહિલાનું પરિવાર સાથે કરાવાયું સુખદ પુનઃસ્થાપન

સખી” વન સ્ટોપ સેન્ટર  જૂનાગઢ દ્રારા ભૂલા પડેલ મહિલાનું પરિવાર સાથે સુખદ પુનઃસ્થાપન કરાવવામાં આવ્યુ હતુ. પતિથી અલગ થયા બાદ ભાઈના ઘરે છોટાઉદેપુર જિલ્લામાં રહેતા અને ભૂલથી વંથલી પહોંચી ગયા હતા. અરજદાર મહિલાના પતિ સાથે અણબનાવ થતાં છૂટાછેડા થયા હતા, ત્યારથી તેઓ પોતાના ભાઈના ઘરે આશ્રય લઈ રહ્યા હતા. તાજેતરમાં આ મહિલા ઘરે કોઈને પણ કહ્યા વગર નીકળી ગયા હતા અને ભૂલથી વંથલીની બસમાં બેસી ગયા હતા. વંથલી પહોંચી મહિલા પોલીસ સ્ટેશને જતાં, પોલીસે તાત્કાલિક ૧૮૧ મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કર્યો હતો. ૧૮૧ની ટીમ મહિલાને સુરક્ષિત આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લઈ આવી હતી. સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલાનું કાઉન્સેલિંગ કરી તેમના ભાઈનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમને સેન્ટર પર રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા. કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે મહિલા અવારનવાર કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી જવાની ટેવ ધરાવે છે. સેન્ટરના કાઉન્સિલરો દ્વારા ભાઈ-બહેન બંનેનું ગહન કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને પરિવારને મહિલાની યોગ્ય સંભાળ લેવા માર્ગદર્શન અપાયું હતું. મહિલા અને બાળ અધિકારી સી.જી.સોજિત્રા  અને દહેજ પ્રતિબંધક સંહરક્ષણ અધિકારી પી.પી. જાદવના માર્ગદર્શન હેઠળ કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરના પ્રયાસોથી સુરક્ષિત રીતે તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું.કાઉન્સેલિંગના અંતે, મહિલાના ભાઈ પોતાની બહેનને રાજીખુશીથી સાથે લઈ જવા તૈયાર થયા હતા.  આમ, ૧૮૧ હેલ્પલાઈન, સ્થાનિક પોલીસ અને સખી વન સ્ટોપ સેન્ટરના સમયસરના અને સરાહનીય સંકલનને કારણે મહિલાનું પરિવારમાં પુનઃસ્થાપન શક્ય બન્યું છે.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો