ચોરવાડમાં નવા ૩.૮૫ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

ચોરવાડ નગરપાલિકા માં ભારતીય જનતા પાર્ટી ના શાસનમાં સુશાસનના સંકલ્પ સાથે સર્વાંગી વિકાસ તરફ વધુ એક ઐતિહાસિક કદમ!!!  ગુજરાત સરકાર ની વિકાસ સહાયતા ની રકમ દ્વારા ૧ કરોડના ખર્ચે નગરપાલિકા કચેરી નો વ્યાપ વધારવા તથા નવીનીકરણના કામનું ભૂમીપુજન સાથે-સાથે વોર્ડ નં.૧ ના રહેવાશીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા માટે ૫ લાખ લીટર નો સમ્પ બનાવવા માટે ના કામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું આ તકે સાંસદ રાજેશભાઈ ચુડાસમા ઉદબોધન કરતા કહ્યું હતું વોર્ડ નં ૧ ના લોકોને વર્ષોથી પાણીના ટેન્કર દ્વારા કુંડાઓમાં પાણી આપવામાં આવતું હતું, આ પ્રથા બંધ કરવામાં આવશે અને ઘરેઘરે પાઇપલાઇન દ્વારા પીવાનું શુદ્ધ પાણી આપવામાં આવશે આ માટે ભાજપ સરકાર કટિબદ્ધ છે  વિશેષમાં એક નવતર પહેલ દ્વારા ચોરવાડના રહીશ વિજયભાઇ રામાભાઇ વાઢેર દ્વારા પાણીના સમ્પ કે ઊંચી ટાંકી જે બનાવવું હોય તે બનાવવા માટે પોતાની અતિ કીંમતી જમીન નગરપાલિકા ને દાનમાં આપી છે. આ તકે સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા દ્વારા તેમનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર ચોરવાડના નગરજનો વતી પ્રમુખ શ્રીમતી બેનાબેન ચુડાસમા તેમજ તમામ સદસ્યશ્રીઓ અને શહેર ભાજપ પરીવાર તેમનો આભાર માને છે આવો સૌ સાથે મળીને નવતર ચોરવાડ નું નિર્માણ કરીએ આ તકે પ્રધાનમંત્રી આવાસ સહાય(૨.૦) યોજનાના કુલ ૧૬૭ લાભાર્થીઓને ૬.૬૮ કરોડની રકમના “મારા સપનાં નું ઘર” એટલે “નમો ઘર” ના મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર નગરપાલિકાની ટીમે જહેમત ઉઠાવી હતી

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો